________________
૩૪૦
(૧૪) ચૂર્ણઔષધિ વગેરે આપીને આહારાદિક લે તે ચૂર્ણ યોગ. (૧૫) વશીકરણ કરી આહારદિક લે તે યોગપિંડ દોષ. (૧૬) ગર્ભ માટે ઔષધ આપી આહારાદિ લે તે મૂળકર્મ દોષ. આહારગ્રહણ વિધિના ૧૦ દેષઃ (૧) દાતા વહાવરાવે તે લેતાં સાધુને ઉગમાદિક દોષની શંકા ઉપજે છતાં આહાર લે તે શકિત દે. (૨) સચિત્ત પદાર્થથી હાથ ખરડાયા હોય તે હાથે આહાર લે તે પ્રક્ષિપ્ત દોષ. (૩) નીચે સચિત્ત અને ઉપર અચિત્ત હોય તે આહાર લે તો નિશ્ચિત દે. (૪) નીચે અચિત્ત ઉપર સચિત્ત હોય તે આહાર લે તો પિહિત દેષ. (૫) વાસણમાં સચિત્ત હોય તે ઠલવી તેમાં આહાર નાંખી આપે તો તે સંહત દોષ. (૬) અંધ ગર્ભિણી વગેરે આહાર વહેરાવે તે લેવો તે દાયક દેષ. (૭) સચિત્ત અચિત્ત ભેગાં હોય તે આહારાદિક લે તે મિશ્રદોષ. (૮) પૂરેપૂરું અચિત્ત ન થયું હોય તેવું લે તે અપરિણત દેષ. (૯) હાથ ધોઈને આપે અથવા આપ્યા પછી હાથ ધોવા પડે તે લેવું તે લિપ્ત દોષ. (૧૦) વેરાતું વેરાતું લાવી આપે તે લે તે ઈડુક દોષ. પાંચ દેષ વસ્તુનો ઉપભોગ કરવા વિષેનાઃ (૧) સ્વાદ ખાતર બે ચાર વસ્તુઓ મેળવી આહાર કરે છે તે સયોજના દોષ. (૨) ઠાંસી ઠાંસીને આહાર કરે તે પ્રમાણતિક્રમ દોષ. (૩) આહાર આપે તેનાં વખાણ કરે તે ઈંગાલ કર્મ દોષ. (૪) અનિષ્ટ આહાર ઉપર દેષ કરે તે ધુમ્ર દોષ. (૫) છ કારણ વિના આહાર કરે તે કારણ દોષ. એ રીતે એકંદરે ૪૭ દોષ થયા.
આ પ્રમાણે મુનિએ સુવિધિપૂર્વક અને યોગ્ય સમયે નિર્દોષ આહાર પાણી ગ્રહણ કરવાં તે જ સાચી ભિક્ષા છે. (૧૪૮)
[ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવા જે સંયમ કયારે સધાય? જ્યારે મુનિની રસાસક્તિ છુટે ત્યારે તે વિષે હવે ગ્રંયકાર ઉપદેશે છે. ]
રતાના િ ૨૪૨ |
साम्येनोत्तममध्यमाधमगृहे भिक्षार्थमीयान्मुनिलब्धं तुच्छमतुच्छमन्नमनघं मान्यं न यदूषितम् ।