________________
તૈયાર કરે છે, મધમાખી સતત ઉદ્યોગ કરીને સ્વાદિષ્ઠ ભધન સંચય કરે છે, છીપે પિતાના પેટમાં મોતી ધારણ કરે છે, કસ્તૂરીમૃગે કસ્તૂરી ઉત્પન્ન કરે છે. આ બધાં પ્રાણીઓનું જીવન શું સ્વાર્થ માટે છે? નહિ જ. કેવળ લોકોના ઉપકારને માટે જ. (૩૩).
વિવેચન—આ લોકમાં પરોપકાર કરતાં પ્રાણુઓના જે દાખલા આપવામાં આવેલા છે, તે દાખલામાં પ્રત્યેક પ્રાણ પરોપકાર કરતાં પિતાના જીવનનો ભોગ આપે છે. રેશમના કીડાઓ રેશમનો કોશેટો બનાવે છે અને જ્યારે તેમાંના કીડાને ગરમ પાણીમાં નાંખી જીવનની અહતિ આપવામાં આવે છે ત્યારે જ કોશેટાનું રેશમ ઉપયોગમાં આવી શકે છે. મધમાખીઓ રાત્રિદિવસ શ્રમ લઈને મધ એકઠું કરે છે, તેને તેને કાંઈ ઉપયોગ હોતું નથી, પરંતુ મનુષ્ય તે મધ લઈને તેનો ભોજનાદિમાં ઉપયોગ કરે છે, એ પણ માખીઓનો પોપકાર છે. જ્યારે મધ પાડવામાં આવે છે ત્યારે અનેક માખીઓનો સંહાર થાય છે, અનેક માખીઓ મૂછિત થાય છે અને અનેક ઉડીને નાસી જાય છે. છીપના ઉદરમાં મોતી પાકે છે પરંતુ જ્યારે તેને ચીરીને તેમાંની માછલીને મારી નાંખવામાં આવે છે ત્યારે જ તે મેતી મનુષ્યને મળે છે, એટલે લોકોને માટે રત્ન પેદા કરનારી માછલીને પરોપકાર પણ તેના જીવનને ભોગે જ સિદ્ધ થાય છે. કસ્તુરી મૃગની પૂંટીમાં કસ્તુરી હોય છે, અને તે લોકોના ઉપયોગમાં આવે તે પહેલાં તેને પણ પિતાના જીવનની આહુતિ આપવી પડે છે. મૃગને માર્યા વિના કસ્તુરી મેળવી શકાતી નથી. આવા કૃમિ, પશુ, પ્રાણી પરોપકાર કરતાં કરતાં મૃત્યુવશ થાય છે. આ દષ્ટાતોમાં ગ્રહણ કરવામાં આવેલા પ્રાણીઓના જીવનમાં અનેક બીજાં દૃષ્ટિબિંદુઓ પણ રહેલાં છે. દાખલા તરીકે મધમાખીઓને “ઉદ્યમની મૂર્તિરૂપે અને પોતે મધ નહિ ખાતી હોવા છતાં તે લેવા જનારને ચટકો ભરવા તે દેડે છે તેથી તેની ઈર્ષ્યાથી ભરેલી ભી સંગ્રાહક વૃત્તિની પ્રતિકૃતિરૂપે પ્રશંસવામાં તેમજ નિંદવામાં આવે છે. કસ્તુરી મૃગનો જીવ લેનારા પારાધિઓ તેને સંગીતથી ભાવીને પાશમાં પાડી મારી નાખે છે, તેથી કાનની કામી ઇકિય વડે થતી તેની