________________
૧૭૭ રોગમુક્ત થવાને આ સૃષ્ટિમાં અધિકાર છે અને શું ગરીબ રોગથી રિબાઈ રિબાઈને મરવા માટે સરજાએલા છે? નહિ જ. એવા ગરીબો માટે ધનવાનોએ રૂગ્ણાલયો સ્થાપવાં જોઈએ અને સામાન્ય સ્થિતિના સેવાધમીઓએ પોતાની સેવા એવા રૂગ્ણાલયનાં દર્દીઓને સમર્પવી જોઈએ. અજ્ઞાનને કારણે માવજત વિના ઘેર સબડતા ગરીબ દર્દીઓને જાહેર રૂગ્ણાલય અથવા હોસ્પીટલમાં પહોંચાડી, અધિકારીઓને યોગ્ય ભલામણ કરી, તેમને સારવાર કે જરૂરીઆતો પૂરી પાડી તેમનો આશીર્વાદ લેવો એ મહત્પષ્યનું કાય છે. કેટલીક વાર ગરીબ માબાપ પોતાનાં રોગી બાળકોની સારવાર ઘર આંગણે ઘરગથ્થુ દવાથી કે કોઈ ઓળખીતા વૈદ્યની પાસેથી માંગી આણેલાં પડીકાંથી કરે છે, પરંતુ બાળકોનો રોગ કપરો હોય છે અને તેને વહાડકાપની કે બીજી મોટી જરૂર હોય છે. આવી બાબતમાં સેવાધર્મીએ સલાહકારનું કામ કરીને માબાપને સંતોષ આપવા પૂરતો ખુલાસો કરી તેને જોઈતી તબીબી મદદ અપાવવી એ પરમ સેવાનું કાર્ય છે. જગતમાં દુઃખ અને દર્દી અનાદિ કાળથી ચાલ્યાં આવે છે, પરંતુ એ દુઃખ દર્દી ઓછાં કરવામાં જે કોઈ આંગળી ચલાવવા જેટલી પણ સેવા કરે છે, તે સમસ્ત જનતાની જ સેવા કરે છે. (૭૬) [હવે અપંગેની સેવા વિષે કહેવામાં આવે છે.]
વિદ્યાવિહા! ૭૭ येऽन्धाः पामरपङ्गुमूकबधिरा दुःख परं भुञ्जते । तेषां शिल्पकलादिशिक्षणपदं विद्यालय स्थापयेत्॥ ये योग्या न च शिक्षणे हितकरे ये रक्तपित्तादितास्तेषां रक्षणहेतवे सुहृदयैः स्थाप्यो निवासालयः॥
અપંગોની સેવા, ભાવાર્થ-જે માણસો આંધળા પાંગળા મુંગા બહેરા અને વિકલ પામર હોઈને દુઃખ ભોગવતા હોય તેમને શિલ્પકળા આદિનું શિક્ષણ મળે
૧૨