________________
તેટલા માટે જ કહ્યું છે કે, આવતી કાલનું કામ આજે અને મધ્યાને કરવાનું હોય તે સવારે કરવું, કારણકે મૃત્યુ એની રાહ જોતું નથી કે એણે કર્યું છે કે નથી કર્યું. આવા લોભી મનોએ સમજવું જોઈએ કે પોતાના કુટુંબનિર્વાહ વગેરેને માટે જેટલું દ્રવ્ય, જમીન, ઘરવખરી વગેરે જોઈએ તેનું માપ કાઢી, તેની મર્યાદા બાંધી દીધી હોય અને ત્યારપછી કદાપિ વિશેષ દ્રવ્ય મળે તો તે દ્રવ્યના સુમાર્ગ વ્યય કરવાથી જ પુણ્યોપાર્જન થાય અને મનુષ્યજાતિની સેવા થઇ શકે. લેભી વૃત્તિના મનુષ્યોથી વ્રતના બંધન વિના પપકાર થઈ શકતો નથી, તેથી પોતાની ચિત્તવૃત્તિના દોષને સમજનારા ડાહ્યા માણસોએ કાંઈ સત્કાર્ય કરવાને વેગ મળે તેવા હેતુથી પણ પરિગ્રહની મર્યાદા બાંધવી યુક્ત છે.
દષ્ટાંત-કાંકરેજની નજીકના ગામમાં પેથડ નામનો એક ઓશવાળ વણીક રહેતો હતો. તે બહુ દરિદ્ર હતો. તેણે ધર્મઘોષ નામના ધર્માચાર્ય પાસે પરિગ્રહની મર્યાદા બાંધી અને પાંચ લાખ રૂપિયા સુધીની છૂટ રાખી. આ જોઈને ધનિકો હસવા લાગ્યા કે જેને ખાવા અન્ન મળતું નથી તે પાંચ લાખ રૂપિયા વડે પિતાના ધનની મર્યાદા બાંધે છે ! કાળક્રમે પેથડ પિતાના ગામમાં બહુ દુઃખી થવા લાગે એટલે તે માળવા તરફ ચાલ્યો. ઉજયિની નગરીમાં તે રાજ્યના મંત્રીને ઘેર સેવક થઈને રહ્યો. એક વાર રાજાએ ઘણા ઘેડા વેચાતા રાખ્યા અને મંત્રીને તેનાં નાણાં ચૂકવી આપવા કહ્યું. મંત્રી કહે કે મારી પાસે નાણાં નથી. રાજાએ તેને કેદમાં બેસાડ્યો,
એટલે પેથડે મંત્રીના માણસો પાસે કાચા હિસાબ ઉપરથી તુરત પાકે હિસાબ તૈયાર કરાવીને રાજાની પાસે રજુ કર્યો. આથી રાજા ખુશ થયે અને તેણે પેથડની ચતુરાઈ પરથી તેને મંત્રી બનાવ્યો. પેથડને એ પદે લાખ રૂપિયા મળ્યા પરંતુ તેણે પાંચ લાખ રૂપિયાથી વધારે દ્રવ્ય પિતાની પાસે રાખ્યું નહિ અને લાખો રૂપિયા તેણે ધર્મસ્થાનકે, જાહેર ઉપયોગમાં સ્થળે અને બીજાં સારાં કર્મોમાં ખર્ચા. (૧૯)
[ તૃષ્ણા કેવી અપરિમીત છે તેનું દર્શન નિમ્ન
માં ગ્રંથકાર કરાવે છે. ]