________________
૩૪૪
दृष्ट्या मार्गनिरीक्षणं हि गमने धर्मस्य वाऽऽराधनमेतैः षड़विधकारणैर्यमभृतां भिक्षोचिता नान्यथा ॥
આહારનાં છ કારણેા.
ભાવા—વધારે વખત ભૂખ સહન થઇ ન શકે તેથી ક્ષુધા શાન્ત કરવા માટે, વૃદ્ધ, ગ્લાન, રાગી, નવદીક્ષિત કે ગુર્વાદિકની સેવા કરવા માટે, સયમ પાળવાને શક્તિ સંપાદન કરવા માટે, પોતાના શરીર અને પ્રાણના નિર્વાહ કરવા માટે, રસ્તામાં ચાલતાં ખોં સમિતિ શેાધવાને આંખનું તેજ રાખવા માટે અને સુખે સમાયે ધર્મનું આરાધન કરવા માટે : એ છ કારણે ભિક્ષુકાએ ભિક્ષા લેવી કે આહાર કરવા ઉચિત છે, અન્યથા નહિ. (૧૫૦)
વિવેચન—પૂર્વે કહ્યું છે કે વૈઃ સંયમસાધનાચ ક્રમના સંરક્ષળીયઃ અર્થાત–સંયમીએ સયમ સાધનાને અર્થે જ દેહનું રક્ષણ કરવાનું છે—કેવળ જીવિષાથી—જીવવાની લાલુપતાથી નહિ; એટલે ધર્મારાધનની સાથે જ સબંધ ધરાવનારાં જૂદાં જૂદાં છ કારણેાની દૃષ્ટિએ સયમીએ આહાર ગ્રહણ કરવા તથા આરેાગવા ઘટે. ભૂખ લાગે છતાં જે આહાર કરવામાં ન આવે તે ગ્લાનિ ઉત્પન્ન થાય અને તેથી ધર્મારાધનમાં વિક્ષેપ પડે તથા વૃત્તિએ ભ્રમણ કરવા લાગે, તેટલા માટે ભૂખને સતાષવા પૂરતા આહાર કરવા જોઇએ. સહચારી વૃદ્ધ, રાગી, નવદીક્ષિત કે ગુરૂ આદિની સેવા માટે દેહમાં પૂરતું ખળ જોઇએ અને આહાર વિના એ ખળ ટકી રહે નિહ, તેટલા માટે પણ જરૂર પૂરતા આહાર કરવા પડે. સયમનું પાલન કરવામાં પણ શારીરિક શક્તિ આવશ્યક હાય છે અને એ શક્તિ આહાર વિના પ્રાપ્ત થતી નથી માટે પણ અન્તાદક લેવાં જોઇએ. શરીર અને પ્રાણના નિર્વાહ કરવા માટે આહાર વિના ચાલી શકતું નથી અને વ્રત કે તપાદિના હેતુ વિના શરીરને ખારાક આપવાનું બંધ કરીએ તેા શરીર અને પ્રાણના ટકાવ થાય નહિ પરન્તુ મરણ થાય અને ધર્માચરણ અટકી પડે, તેટલા માટે આહાર કરવા જોઇએ. ઈર્ષ્યા સમિતિને અર્થે દૃષ્ટિનું તેજ ટકાવવું પડે