________________
૧
ન હોય તે શું ઉચિત છે ? તે બધાં કરતાં મનુષ્ય તા કુદરતની વિભૂતિમાં સર્વોત્તમ છે, છતાં શું તેણે મૈત્રીને સ્થાને કાઈ પ્રત્યે વૈર અને કલહ આદરવાં ધટે ? એક અંગ્રેજ કવિ કહે છે કે
What good has he gained by his knowledge and skill, If he strive not for others as much as himself? No man should consent to inflict or permit What he knows will give pain to his bitterest foe.
અર્થાત્——મનુષ્યમાં ખીજાં બધાં પ્રાણીઓ કરતાં જ્ઞાન અને ડહાપણની વિશેષતા રહેલી છે, છતાં જે મનુષ્ય જેમ પોતાના ભલા માટે યત્ન કરે છે તેમ તે ખીજાના ભલા માટે યત્ન ન કરે, તેા પછી તેનું જ્ઞાન અને ડહાપણ શા કામનાં ? પોતાના કટ્ટા શત્રુને પણ દુ:ખ થાય એવું કશું પણ કાર્ય મનુષ્ય કરવું જોઇએ નહિ કે થવા દેવું જોઇએ નહિ. એ જ રીતે જ્યારે વનસ્પતિ, પ્રાણી અને પદાર્થો મિત્ર રૂપે રહે છે અને તેમના કરતાં મનુષ્યની વિશેષતા જ્ઞાન અને ડહાપણમાં રહેલી હેાવા છતાં તે મૈત્રી ભાવનાને સમજી તદ્દનુરૂપ વતે નહિ, તેા પછી તેની એ વિશેષતા પણ શા કામની ? તાત્પર્ય એ છે કે એ ભાવનાને નહિ અનુસરનાર મનુષ્યનું જીવન નિષ્ફળ છે. (૪૦)
[હવે મૈત્રી ભાવનાની એક વૈરિણી ઈર્ષ્યાનું વર્ણન કરતાં ગ્ર'થકાર જવાસાને દૃષ્ટાંત રૂપે ગ્રહણ કરે છે.]
ર્નોવ: | ?? ||
रे दुर्भागियवासक ! ज्वलसि किं कालेऽम्बुवाहोदये । दृष्ट्वा जातिमहोदयं मनसि मे दाहज्वरो जायते ॥ स्यात्कश्चिज्जगतीतले स्वदुपमो निष्कारणं दुःखितो । मत्तोऽप्युग्रविषाददग्धहृदया ईर्ष्यालवो मानवाः ॥ ઇર્ષારૂપ દોષ, ભાવા—અરે દુર્ભાગી જવાસા ! જ્યારે વર્ષાઋતુ નજીક આવે છે