________________
૧૮૩
.
વિવેચન—સાચા વૈરાગ્યને આળખી, તેનું પરિશીલન કરવા માટે યેાગ્ય ઉદ્યમ કરી, સદ્ગુરૂની સહાય તથા કૃપા પ્રાપ્ત કરીને જ્યારે એક મુમુક્ષુનું વૈરાગ્ય પરિપક્વ દશાને પામે છે ત્યારે તે ‘સાધુ ’ નામને પાત્ર. થાય છે કિંવા સાધુત્વ ગ્રહણ કરવાના અધિકારી અને છે. વૈરાગ્યની એ ઉચ્ચ દશાનું ફળ શું? જ્યારે ચિત્તવૃત્તિ એ દશાને પામે છે ત્યારે મન તથા ઇંદ્રિયાને અપૂર્વ સયમ તેને ઉપલબ્ધ થાય છે. એ સંયમે કરીને તેની ક્ષુદ્ર સ્થૂળ વૃત્તિએ નાશ પામે છે, તેથી તેની વિષયાસક્તિ રહેતી નથી, વાણી કે દેહને ઉપસ` તે સુખે સહન કરી શકે છે અને ખીજા અનેક અપ્રિય ખાદ્ય પ્રસંગાથી પણ તેનાં મન કે વૃત્તિએ ક્ષુબ્ધ થતાં નથી. ઇંદ્રિયનિગ્રહ કિંવા ચેાગથી જેણે મન અને વૃત્તિએ ઉપર આત્માના અંકુશ સ્થાપિત કર્યાં હાય છે, તેને માટે ભતૃહિર પણ કહે છે કે—
सदा योगाभ्यासव्यसनवशयोरात्ममनसोरविच्छिन्ना मैत्री स्फुरति कृतिनस्तस्य किमु तैः ॥ प्रियाणामालापैरधरमधुभिर्वक्त्रकमलैः ।
स निःश्वासामोदः सकुचकलशश्लेषसुरतैः ॥
અર્થાત્——યાગાભ્યાસના વ્યસનથી જેનાં આત્મા અને મન વશ થયેલાં છે અને જે પુણ્યશાળી પુરૂષના આત્માને મનની અવિચ્છિન્ન મૈત્રી સ્ફુરી રહેલી છે તે પુરૂષને, સ્ત્રીઓના ભાષાનુ, અધરાના મધનું, સુગંધી નિઃશ્વાસવાળાં મુખકમળેાનું અને સ્ત્રીસમાગમનું શું પ્રયેાજન છે ? તાત્પય કે આવા પ્રસંગેાથી પણ તેવા મુમુક્ષુનું ચિત્ત ચલાયમાન થતું નથી. વૈસગ્યની પરિપક્વ દશાવાળા સાધુ જનને માટે સ્વામી બ્રહ્માનંદ કહે છે કે:---.
હોત ન વિષયાસક્ત, રહત અનુરક્ત ભજનમે, દુર્રતિ દુધા દૂર, શૂર સુખ સાજત જનમે; જીતન ઈંદ્રિય જતન, રહત તત્પર દિન રાતી,
કામ ક્રોધ મદ લેાભ, આત નહિ નિકટ અરાતી; વૈરાગ્ય ધર્મ ભક્તિ વિમલ, ગુન ખીત સમજત ખ્યાનકું, નિત બ્રહ્મ મુનિ નિશદિન નમત, એસે' સંત સુજાન