________________
૧૫૪
સેવા છે કે જે તૃતીય અવસ્થામાં દાખલ થનારે કરવાગ્ય છે. હાલમાં કેટલીક જ્ઞાતિઓ તરફથી બોડીંગ હાઉસે ચલાવવામાં આવે છે, તેમના સુપરિન્ટેન્ડેન્ટ જેવી વ્યવસ્થા કરે છે, તેવી વ્યવસ્થા ઉપાડી લેવી અને માત્ર વિદ્યાર્થીઓને સુચરિત રાખવાનો, સુઘડ જીવન ગાળવાને પ્રબંધ કરવો તે કાંઈ નાની સેવા નથી. જુવાન વિદ્યાથી એ એક બીજાની સાથે રહે છે તેથી,
ત્યાં અનેક પ્રકારના કોયડા ઉત્પન્ન થાય છે. જુવાન લોહીમાં કાંઈ કાંઈ વિકારે અને વિચક્ષણતાઓ ભય હોય છે. જુદાં જુદાં કુટુંબમાં ઉછરેલા,
જૂદા જૂદા સંસ્કારવાળા અને જૂદી જૂદી નૈસર્ગિક વિશિષ્ટતાવાળા વિદ્યાથઓ જ્યારે એક બીજાના સમાગમમાં રહેવા લાગે છે, ત્યારે તેઓના પ્રકૃતિવૈચિત્ર્યથી અનેક પ્રકારના વિલક્ષણ પ્રસંગે ઉપસ્થિત થાય છે. તેવા બધા વિદ્યાર્થીઓને સાથે રાખીને તેમનામાં સવૃત્તિના, સુચરિત્રના, મનુધ્યત્વના ધર્મોના સંસ્કારનું બીજારોપણ કરવું એ આવશ્યક છે, અને એ કાર્ય માથે ઉપાડી લેનાર મનુષ્યત્વની સેવા કરે છે એટલું જ નહિ પરંતુ તે વિદ્યાર્થીઓના જીવનની સુધારણા કરવાનું મહત્પષ્ય ઉપાર્જન કરે છે. આટલા માટે જ ગ્રંથકાર સેવાધર્મીઓને જૂદી જૂદી સેવાઓ બજાવવાનું સૂચન કરે છે. વિદ્યાથીઓની ભોજન-નિવાસ વગેરે સંબંધી અડચણે દૂર કરવી, કોઈ ગરીબ વિદ્યાર્થીને પુસ્તકાદિની વ્યવસ્થા કરી આપવી, કોઈ ઉપદ્રવકારક કુછંદી વિદ્યાથીને શિખામણ આપીને કે ટપકે આપીને તેની તરફથી બીજા વિદ્યાર્થીઓને થતો ઉપદ્રવ દૂર કરવો, કોઈની વચ્ચેના કલહનું કારણ જાણુને તે શમાવવા તથા સર્વને ભાઇચારાથી વર્તાવવા યત્ન કર, કઈ કરૂણા પાત્ર–રોગી-દુઃખી વિદ્યાર્થી પ્રત્યે કરૂણાપૂર્વક ધ્યાન આપવું, કોઈને જરૂર પૂરતી મદદ કરવી : ઇત્યાદિ પ્રકારે સેવાધર્મ ઉપાડી લેવો એ વિદ્યાર્થી વર્ગની મોટી સેવા છે. રેવ. મી. ફલેમિંગ કહે છે કે “તમારે ખાતર, વિવાથી પ્રજાની સેવાને ખાતર, દેશને ખાતર, સ્વાશ્રય, સર્વ વાતનો વિચાર, સમાજમાં, સમાજના દરેક વિભાગમાં પરસ્પર પ્રીતિની પ્રબળ લાગણી ઉત્પન્ન કરવા અને પોષવા, તમારાથી બનતે પ્રયાસ કરે. આમ કરવાથી મધુરતા અને આનંદ વડે સામાજિક જીવન ઘડાતું જશે.” વિદ્યાર્થી વર્ગને સુચતિ