________________
But the bold peasantry, their country's pride, If once destroyed, can never be supplied.
અર્થાત–ધીરજવાળા ખેડૂત વર્ગ જે એક દેશના અભિમાનરૂપ છે, તેને જે એક વાર નાશ થયો તો તે પુનઃ પ્રાપ્ત થઈ શકતો નથી. આ માટે જ ખેડૂત વર્ગનું યથોચિત રક્ષણ કરવું તે સેવાધર્મીઓની પવિત્ર ફરજ છે.
દૃષ્ટાંત–રશિયાના ઝાર છેલ્લા નિકોલાના વખતમાં મોટી રાજ્યક્રાન્તિ થઈ તેનું કારણ ખેડૂત વર્ગની રાજ્ય તરફથી કરવામાં આવેલી દુર્દશા જ છે. વર્ષોથી રશિયામાં ત્યાંનો અમીર વર્ગ અને રાજકર્મચારી વર્ગ ખેડૂત વર્ગ ઉપર જુલમ કરી રહ્યો હતો. મોટા જમીનદારે અને ઉમરાવો ખેડૂતો પાસે ફરજીયાત ખેતી કરાવતા, તેનો બદલે તેઓ પૂરો આપતા નહિ અને ખેડૂત વર્ગ હમેશાં દબાએલે, ગરીબ અને ગુલામની માફક રહેતો. જે કોઈ ખેડૂત માથું ઉચકતો તો જમીનદાર રાજ્યમાં ફરીયાદ કરતો અને રાજ્યમાં તો અમીર, ઉમરાવો ને ધનવાન જ ફાવતા, એટલે ખેડૂતોની વધારે દુર્દશા થતી. આવી રીતે સેંકડો વર્ષો સુધી રશિયાની ખેડૂત પ્રજા દબાએલી જ રહી. ખેડૂત વર્ગની સેવા માટે કેટલાક રશિયન સ્ત્રી પુરૂષ દેશભક્તો નીકળ્યા અને તેમણે ખેડૂતોનાં મંડળો સ્થાપી તેમના હકકે તેમને સમજાવવા માંડ્યા, તો રાજ્ય તે દેશભક્તોને રાજદ્રોહી ઠરાવી સીરિયાના જંગલી પ્રદેશમાં દેશપાર કર્યો અને કેટલાકને ફાંસીએ ચડાવ્યા. પરંતુ છેવટે રશિયાની રાજસત્તાનો પાપનો ઘડો ભરાઈ ચૂકયો. યુરોપીયન વિગ્રહમાં રશિયાની હાર ઉપર હાર થવા લાગી, એટલે ખેડૂતો ઉપર વધારે ત્રાસ ગુજારવા લાગ્યો અને છેવટે ખેડૂતોએ જ બળ ઉઠાવી, ઝારને પદભ્રષ્ટ કર્યો. ખેડૂતોના આગેવાને મોટા દેશભક્તો બન્યા અને તેમણે રાજકુટુંબનો ઘાત કર્યો, કેટલાક અમીરઉમરાવોને પણ ઠાર કર્યા અને કેટલાક નાસી છૂટ્યા. આજે રશિયામાંથી રાજસત્તા કેવળ નાબૂદ થઈ છે, પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના થઈ છે, ખેડૂતો ઉપર જુલમ દૂર થયો છે અને રશિયાના ઇતિહાસમાં કદાપિ નહિ થએલી એવી રાજ્યક્રાતિને પરિણામે પુનઃ રશિયા આબાદ થવા લાગ્યું છે. એ જ ખેડૂત વર્ગને પરમ સેવક લેનીન રશિયાના રાજ્ય પ્રમુખ થઈ મોટી