________________
૭
એક જ આસને બેસવું નહિ, (૪) સ્ત્રીના સેંદર્ય તરફ નજર કરવી નહિ કે સંદર્યનું ચિંતન કરવું નહિ, (૫) પડદાને અથવા દિવાલને આંતરે રહીને સ્ત્રીનાં કલહ, રૂદન, ગીત, હાસ્ય, વિલાપ આદિ શબ્દ સાંભળવા નહિ, (૬) પોતાના ગૃહસ્થાશ્રમમાં પૂર્વે સ્ત્રી સંગાથે જે ભોગ ભોગવ્યા હોય તે સંભારવા નહિ, (૭) ઘીથી લચપચતો આહાર કરવો નહિ, (૮) અતિ ખાનપાન સેવવું નહિ, (૯) પિતાના શરીરને વિભૂષિત કરવું નહિ અને (૧૦) શબ્દ, રૂપ, રસ, ગંધ તથા પર્શની દરકાર કરવી નહિ. આ દશ સમાધિસ્થાને એવાં છે કે જે જન ધર્મને કિંવા અન્ય કોઈ ધર્મને સાધુ મુનિ યથાસ્થિત પાળે, તે તેના બ્રહ્મચર્ય વ્રતને ખંડિત થવાનો સમય આવવા પામે જ નહિ. સાધુઓને માટે ઉપયોગી એવાં લિષ્ટ બંધનો આ ગ્રંથકારે વાનપ્રસ્થ થવા ઈચ્છનારા સેવાધમને માટે નહિ યોજતાં તેઓ પાળી શકે તેવા ઉપચારોનું જ દર્શન કરાવવાનો વિવેક દર્શાવ્યો છે. (૧૭–૧૮).
[ હવે પરિગ્રહની મર્યાદા બાંધવા માટેના પાંચમા વ્રત વિષે કહેવામાં આવે છે. ]
__ परिग्रहमर्यादाव्रतम् । १९ ॥ वस्तूनां धनधान्य भूमिनिलयादीनां जगदर्तिनां। मर्यादाकरणं मतं व्रतमिदं तृष्णोजये पञ्चमम् ॥ निर्वाहाय कुटुम्बिनां सुखतया यावन्मितावश्यकं । तस्माच्चाधिकसंचये किमु फलं व्यर्थ युपाधिर्भवेत् ॥
- પરિગ્રહ પરિમાણ વ્રત,
ભાવાર્થ –ધન, ધાન્ય, જમીન, ઘર, પશુ, નોકરચાકર વગેરે અનેક વસ્તુઓ જગતમાં વિદ્યમાન છે તેની મર્યાદા કરવી–હદ બાંધવી તે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે. તૃષ્ણાને જીતવામાં આ વ્રત ઉપયોગી થઈ પડે છે. અલબત્ત, કુટુંબી ગૃહસ્થને અમુક આવશ્યકતા રહે છે, તેથી કુટુંબને સુખે સુખે નિર્વાહ થાય તેના માટે જેટલી જરૂરીઆત હોય તેટલું