________________
૨૬૭
જગાડ્યો. આ વખતે છાપરામાંથી ઉડતા તણખાથી એ જુવાન તે આગ જોતાં જ ગભરાય અને આખી પાથશાળામાં આમથી તેમ દોડતો બૂમ મારવા લાગ્યો : “ભાઈએ ! પાંથશાળામાં આગ લાગી છે માટે ઉઠે અને નાસો.” આથી પાંથશાળામાંના પ્રવાસીઓ ઉઠી ઉઠીને નાસવા લાગ્યા. પાંથશાળામાં એક બાવો હતો તેણે બ્રાહ્મણને કહ્યું કે “ભાઈ! બધા એરડામાં તપાસ કર; કોઈ રહી ગયું નથી ? નહિતો બિચારું કાઈ આફતમાં આવી પડશે.” બ્રાહ્મણે બધે ફરીને તપાસ કરી અને પછી બાવા પાસે આવીને તે બોલ્યોઃ “હવે પાંથશાળામાં કોઈ લાગતું નથી; માત્ર એક ઓરડામાં કોઈ પઠાણ સૂતો છે, પણ તેનાં બારણાં સળગે છે એટલે અંદર જઈને તેને જગાડાય તેવું નથી.” બાવાએ કહ્યું: “પણ બહારથી બૂમ મારીને પણ તેને જગાડ્યો હોત તો?” બ્રાહ્મણે કહ્યું: “આટલી બધી મેં બૂમ મારી અને બીજા બધાં જાગ્યાં પણ એ તો ઘોરતો જ રહ્યો, તે નસીબ તેના ! એવા સાલા મ્લેચ્છ દેશમાં નહિ રહે તો શું દેશનું સત્યાનાશ જવાનું હતું ?” આમ કહેતે એ બ્રાહ્મણ પાથશાળામાંથી ચાલ્યો ગયો. બા આ સાંભળીને દોડવ્યો અને જે ઓરડામાં પઠાણ સૂતો હતો તે ઓરડાના બળતા બારણાને પોતાના ચીપીયાથી તેણે તોડી પાડયું. અંદર જઈને જોયું તો બાવાને જણાયું કે તે જ ક્ષણે પઠાણ જાગે છે, અને જેવું બારણું તૂટયું કે તે જીવ લઈને બહાર નાઠો. પણ ઓરડામાં બાવાએ શું જોયું? એ પઠાણ એક મદારી હતું. તેની સાથે એક વાંદરું, એક બકરો અને એક પિોપટનું પાંજરું હતું. ત્રણે પ્રાણીઓ ચીસો નાંખી રહ્યાં હતાં. છાપરું અને બારી બારણાં બળી રહ્યાં હતાં. ઓરડામાં વધારે વખત રહેવું એ બાવાને માટે જોખમભરેલું હતું, છતાં તેણે વાંદરાને અને બકરાને છૂટા કર્યા; પહેલાં તે વાંદરાને બાથમાં લઈને બળતા બારણાની બહાર દોડ્યો અને તેને મૂકી આવ્યો. પછી તેણે બકરાને પણ તેવી જ રીતે ઉંચકીને બહાર આપ્યો અને છેલ્લે પિોપટનું પાંજરું તેણે બહાર આપ્યું, પણ તે વખતે તે એટલે દાઝી ગયે હતો કે બહાર આવતાં જ તે પાંથશાળાના ચોકમાં ઢગલે થઈને પડો. પ્રવાસીઓ પાંથશાળાની બહાર નાસી છૂટયાં હતાં એટલે તેની ખબર લેનાર પણ