________________
૩૮૮
•
ઉભરાઈ જાય અને એવા સાધુઓ તે સમાજને વિશેષ શાપરૂપ થઈ પડે. આ રીતે પણ વ્યવહાર દૃષ્ટિની સાધુતા ઉપયોગી કરે છે.
દૃષ્ટાન્ત–ભરત ચક્રવર્તીને અરીસા ભુવનમાં ઘરેણાં ઉપરથી મોહ ઉતરતાં આત્મિક દિવ્યસ્વરૂપનું ભાન થતાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી તેણે દીક્ષા લીધી. ભરૂદેવી માતા જ્યારે પ્રથમ જનેશ્વર પિતાના પુત્ર ઋષભદેવ ભગવાનને વાંદવા જતાં હતાં ત્યારે પોતાના પુત્રને તીર્થકરની દીવ્ય સાહેબીમાં જોઈને કોઈ કોઈનું સગું નથી એવું ભાન થતાં મોહનીય કર્મ તોડયું, એ જ ક્ષણે તે કેવળ જ્ઞાન પામી મુક્તિ વર્યા. આમાં ભરતને પ્રથમ કેવળ જ્ઞાન થયું અને પછી સાધુવેશ પહેર્યો, જ્યારે મરૂદેવી માતાને દીક્ષા લીધા વિના કેવળ જ્ઞાન થયું. એ દૃષ્ટાંત બતાવે છે કે જૈન ધર્મમાં બાહ્યાચારનું મહત્ત્વ જોઈને તે કરતાં વધારે આંકવામાં આવ્યું નથી, અને સાચું મહત્ત્વ તો આત્મોન્નતિનું જ કહેલું છે. (૧૭૩)
[ વ્યવહાર દૃષ્ટિથી સાધુના આચારની જેટલી આવશ્યક્તા છે, તેટલી જ આવશ્યકતા સાધુઓને તેમના અધ્યયન-આચારાદિમાં નિયંત્રિત રાખવાની છે: નિમ્ન શ્લોકમાં ગ્રંથકાર એવા નિયામકે કોણ અને કેવા જોઇએ તેનું સૂચન કરે છે.]
आचार्योपाध्यायौ । १७४ ॥ गच्छे साधुसमाजरक्षणकृते सङ्घन संस्थापितः । स्यात्सर्वोत्तमसाधुताङ्कितमतिः सन्नायकश्चैककः॥ एवं शास्त्रविदग्रणीगुणमणिः स्यात्पाठकोऽप्येककोनाचार्येण च पाठकेन रहितो गच्छो भवेच्छोभनः॥
આચાર્ય અને ઉપાધ્યાય, ભાવાથ–ગચ્છ કે સંપ્રદાયમાં સાધુ સમુદાયનું રક્ષણ કરવાને માટે સંઘે મળીને જેનામાં સર્વથી શ્રેષ્ઠ સાધુતા હોય અને જે શાસ્ત્રસંપત્તિયુક્ત હોય તેને સમુદાયના નાયક-આચાર્ય તરીકે સ્થાપવા જોઈએ; તેમજ શાસ્ત્રવેત્તાઓમાં જે અગ્રેસર હોય અને સમભાવાદિ ગુણોથી વિભૂષિત હોય તેવી