________________
૪૦
તપસ્વી, સ્થવિર, સામિ`ક, કુળ ( ગુરૂભાઈ ), ગણુ (સંપ્રદાયના સાધુએ ) અને ચતુર્વિધ સંધની વૈયાવચ્ચ, એ દસ પ્રકારની વૈયાવચ્ચ છે. ગુરૂજતા કે તપસ્વી, રાગી આદિ નાના મેટા સાધુઓને વ્યાધિ કે પરિષદ્ધાદિને લીધે અસ્વસ્થતા આવી હોય ત્યારે તેમને ભિક્ષા લાવી આપવી, વિહાર પ્રસંગે તેમને ભાર ઉપાડી લેવા, થાક લાગ્યા હાય તેા તેમની વિશ્રામણા કરવીપગ કે ઉપાંગ દેખાવવાં, વ્યાધિ થયા હોય અને દર્દી સાધુની ઇચ્છા હોય તે તેને માટે ઔષધ વહેારી લાવવું, ઇત્યાદિ અનેક પ્રકારે સેવાભક્તિ કરી શાતા ઉપજાવવી તે સાધુજનાને માટે વૈયાવચ્ચના મુખ્ય ભેદે અત્ર કહેવામાં આવેલા છે. વૈયાવચ્ચ કરવાનું પાત્ર પોતાથી દીક્ષા, જ્ઞાન, વય, તપ, પદવી, ઇત્યાદિમાં ઉચ્ચ છે કે નીચ છે તેને વિચાર છેડવાથી જે તપ થાય છે તેના સંબંધમાં ગૌતમે મહાવીર ભગવાનને પૂછ્યું કે “ વૈયાવજ્ઞેળ મતે દ્દેિ નળચરૂ ? ”—હે ભગવાન ! વૈયાવચ્ચ કરવાથી શું થાય ? ભગવાને જવાબ આપ્યા : “નોયમા ! નીય હોય વમાં ન વંધ. '’–હે ગૌતમ ! વૈયાવચ્ચથી નીચ ગાત્રકમ ન બંધાય. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે~ अभिवादनशीलस्य नित्यं वृद्धोपसेविनः । चत्वारि तस्य वर्द्धन्ते आयुर्विद्यायशोबलम् ॥
અર્થાત્—ગુરૂ આદિ વૃદ્ઘોની નિત્ય સેવા કરનાર તથા તેએનું અભિવાદન કરવાના સ્વભાવવાળા પુરૂષનાં આયુષ્ય, બુદ્ધિ, યશ અને ખળ વૃદ્ધિ પામે છે.
દૃષ્ટાંત—ન દિષણ મુનિ કાઇ પણ રાગી, ગ્લાન કે વૃદ્ધ મુનિની સેવાભક્તિ કરવાને હમેશાં તત્પર રહેતા અને તેવી સેવાભક્તિ કરવાને પ્રસંગ પેાતાને મળ્યા તે માટે પેાતાને ધન્ય માનતા. વળી તે અનશનાદિ તપશ્ચર્યાં પણ ખૂબ કરતા. મુનિની આવી સેવા ભાવના વિષે દેવલોકમાં દેવાની વચ્ચે ચર્ચા ચાલી અને સૌ તેને ધન્ય ધન્ય કહેવા લાગ્યા, પરન્તુ એ દેવાને નિંદષણની પરીક્ષા કરવાના વિચાર થયા. એક દેવે વૃદ્ધ રક્તપિત્તિયા સાધુનું રૂપ ધારણ કર્યું અને ખીજાએ જીવાન સાધુનું રૂપ ધર્યું. વૃદ્ધ સાધુ નગરથી દૂર જંગલમાં રહ્યા અને જુવાન સાધુ ન દિષેણુને સ્થાનકે આવ્યા. નર્દિષેણે એક