________________
૧૯૫
સ્ત્રીની છે. પુરૂષનું વૈધુય પુરૂષને હમેશાં કષ્ટદાતા થતું નથી. પુરૂષ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે, પરન્તુ ઉચ્ચ વર્ણોની વિધવાએ ખીજો પતિ કરી શકતી નથી એટલે તેને મરણુસુધી વૈધવ્ય પાળવું પડે છે. ઉપલક દૃષ્ટિથી જોતાં પુરૂષના વૈય તથા સ્ત્રીના વૈધવ્યના આવા નિયમેામાં સમાજના પક્ષપાત થએલા દેખાય છે, પરન્તુ સ્ત્રી સંતતિના ખળ-વીય-ગુણાદિને ગમાં પોષનારૂં ભાજન છે અને એ ભાજનની પવિત્રતા ઉપર સંતતિના ઉચ્ચ ગુણાદિને મેટ આધાર રહેલા છે, એટલે સ્ત્રીને પવિત્ર સયમી અને પતિવ્રતા રહેવાનું સૂચન પૂર્વાચાર્યોએ કરેલું છે. અલબત્ત, સમાજ બહુરૂપી રાક્ષસ જેવા હાય છે, એટલે સ્ત્રીના સ્ત્રીત્વની ઉચ્ચતા ટકાવવાને જે સયમાદિના નિયમેા કરાએલા છે તે નિયમાનું સ્ત્રીએ પાસે પાલન કરાવવામાં ખુલ્મ પણ ચલાવવામાં આવેલા છે અને કેટલાક તે! જુલ્મી નિયમે જ વિધવાએ માટ ઘડાઇ ગયા છે, એટલે એ ફરજીયાત નિયમેાથી સ્ત્રીએ ઘણી વાર ત્રાસી જઇને અનેક પ્રકારના અનથ કરી શ્રીવૃદ્ધિ: યાવદા એ ઉક્તિનું ભાન કરાવી રહી છે; પરન્તુ મરણસુધી વૈધવ્ય પાળવાના નિયમ રચવામાં પૂર્વાચાર્યોએ ભાવી ભરતસંતાનેાના ઉચ્ચ ગુણાદના જ એક હેતુ ધરાવ્યા હતા એ વિષે શંકા નથી. તે સાથે એટલું પણ કહેવું જોઇએ કે પૂર્વાચાર્યોંએ જેવા નિયમે સ્ત્રીઓ માટે કરેલા છે તેવાજ નિયમે! પુરૂષો માટે પણ કર્યાં છે; પરન્તુ પુરૂષ એ સમાજને ચક્રવર્તી છે અને સામાજિક નિયમેાનું પાલન કરવાના અધિકાર તેણે વિશેષ હાથ કર્યો છે, એટલે પોતાના વના પતન પ્રત્યે તેણે આંખમીચામણાં કરીને સ્ત્રીવર્ગ પાસે તેને માટેના સામાજિક નિયમે પળાવવામાં સખ્તાઈથી કામ લીધું છે. આ જ કારણે કેટલેક સ્થળે વિધવાઓ ઉપર જુલ્મ ગુજરતા જોવામાં આવે છે અને ગ્રંથકારને વિધવાઓની સેવા બજાવવાના સંબંધમાં ખાસ પ્રકરણ લખવું પડયું છે તેનું કારણ પણ સમાજમાં વિધવાએની થઇ પડેલી દીનહીન અવસ્થા છે. સ્ત્રીજાતિ પ્રત્યે આદરબુદ્ધિ રાખવાનાં જે કથના શાસ્ત્રીય ગ્રંથામાં કરવામાં આવેલાં છે તે કથનાને આજે કાઈ ન ગણકારતું નથી! આ કારણે સતતિહીન વિધવાએની દશા સમાજમાં અત્યંત દુ:ખપૂર્ણ છે, અને ખાળ