________________
૪૪
द्वात्रिंशाः कवला : पुंस आहारस्तृप्तये भवेत् । अष्टाविंशतिरेवेष्टाः कवलाः किल योषितः ॥
:
અર્થાત્—પુરૂષ ૩૨ કાળીયા અને સ્ત્રી ૨૮ કાળીયા આહાર કરવાથી તૃપ્ત થાય છે. પરન્તુ કાળીયા ’ના અર્થ કરતાં રખેને કાઇ બે-પાંચ રોટલીનું એક પડીકું વાળીને મ્હાંમાં પધરાવે અને કેળાએ ગણી લે, તેટલા માટે કાળીયાનુ પણ શાસ્ત્રકારે માપ ખાંધ્યું છે. શાસ્ત્રકાર ‘ કુકડ અંડ’ જેવડે એટલે મ્હાંની ફ્રાડ જેવડા એક કાળીયા ગણે છે અને પતિ આશાધર સન્નતંડુમિતઃ એટલે એક હજાર ચાખાના દાણા જેવડા કાળીયા ગણે છે. એવડા ૩૨ કાળીયા એ પુરૂષના આહાર ગણાય. ૧ થી ૮ કાળીયાથી પૂર્ણ ઊણોદરી, ૯ થી ૧૨ કાળીયાથી સમાધ ઊણોદરી, ૧૩ થી ૧૬ કાળીયાથી વિભાગ ઊણોદરી, ૧૭ થી ૨૪ કાળીયાથી પ્રાપ્ત ઊણોદરી અને ૨૫ થી ૩૧ કાળીયાથી કિંચિત્ ઊણોદરી તપ કયું લેખાય છે. આ ઊણોદરી તપમાં પણ ક્રમેક્રમે આગળ વધવાથી પૂર્ણ ઊણોદરી અને પરિણામે અનશન કરવાને શરીર કેળવાય છે અને તપમાં સારી પેઠે પ્રતિ કરી શકાય છે. પરન્તુ ઊણોદરી તપ એ વસ્તુતઃ અનશન કરતાં સહેલું સમજવાનું નથી. કારમે પહેલા ઉપવાસ કઠીન લાગે અને તેટલા માટે ભલે ઊણાદરીને માગે ચઢીને ઉપવાસ કરવામાં આવે, પરંતુ જેઓએ ઉપવાસ કરવાની શક્તિ કેળવી છે તેઓને તે ઊણેાદરી તપ ઉપવાસ કરતાં વધુ કઠીન લાગે છે અને ઊણેાદરી તપને ઉપવાસની પછી શાસ્ત્રકારે સ્થાન આપ્યું છે તે ઉત્તરોત્તર વધતી કઠીનતાનેા વિચાર કરીને જ આપ્યું હોય એમ લાગે છે. અપૂર્ણ ભાજન કરવાથી મન અને તનને વધુ પરિષહ વેઠવા પડે છે કારણકે તેથી ઉધડેલી ભૂખને દાખવી પડે છે. ઉપવાસમાં ભૂખ મરી જવાથી તેમાં ઊણેાદરી જેવા પરિષહ સહન કરવા પડતા નથી. અપ્ટન સીક્લેર નામના એક વિદ્વાને રેાજ એક નાનું ફળ ખાઇને કેટલાક દિવસ ઊણાદરી કરવાને નિશ્ચય કર્યાં હતા, પરન્તુ ઉપવાસ કરતાંએ વધારે કષ્ટ લાગવા માંડયું અને તેથી તેણે ફળ ખાવાનું છેડીને પૂર્ણ ઉપવાસ જ