________________
૧૪૩
ધનવાન કરતાં એ કારીગરની સેવા ચઢીયાતા પ્રકારની લેખાય છે અને તેને આધ્યાત્મિક લાભ તે કારીગરને વિશેષ થાય છે; એટલે સૌ પાતપાતાની નાની–મેાટી સંપત્તિના પ્રમાણમાં જે કાંઇ સેવા બજાવે છે તે સેવાથી ઉપાર્જન થતું પુણ્ય તે તેની ભાવનાના બળ જેટલું જ હાય છે, અને એ દરેક પ્રકાદની સેવાની સમાજને જરૂર છે. (૫૯–૬ ૦)
नवम परिच्छेद.
સેવાધમ : વિદ્યાથીઆની સેવા.
પ્રામ્યસાહા । દૂર
यग्रामे शिशुशिक्षणाय न भवेच्छालादिकं साधनं । सेवास्थानमिदं वरं सुविदुषां विद्यार्थिशिक्षात्मकम् ॥ श्रीमन्तोऽपि च शक्नुवन्ति धनतः संस्थाप्य शालामिह। सेवापुण्यमुपार्जितुं च विततां कीर्ति जनाशीर्वचः ॥
ગામાડામાં શાળા.
ભાવા—જે ગામમાં બાળકેાને શીખવવાને નિશાળ વગેરે કઈ પણ સાધન ન હોય ત્યાં વિદ્વાનાએ વિદ્યાર્થીઓને પોતાની જાતે મફત શિક્ષણ આપવું અથવા શ્રીમાએ પૈસાની સહાય આપી શાળા સ્થાપવી અને શિક્ષણની ગોઠવણ કરવી તે પણ વિદ્વાન અને શ્રીમત બંનેને માટે સેવાનું સ્થાન છે. આવી સેવાથી પુણ્ય ઉપાર્જન થાય છે, કીતિ વિસ્તરે છે અને ગરીબ લોકોના આશીર્વાદ મળે છે એમ એકી સાથે ત્રણ લાભ મળે છે. (૧) વિવેચન—કહ્યું છે કે સર્વેષુ વનેષુ વિદ્યાવાન વિશિત-અર્થાત્ સ પ્રકારનાં દાનેામાં વિદ્યાદાન એ સર્વોપરિ દાન છે, કારણકે બીજી જે કાંઇ વસ્તુએનું દાન આપવામાં આવે છે, તે વસ્તુઓ કાળે કરીને વપરાઇ જાય છે