________________
૧૨૯
નથી. પાપીઓનું કલ્યાણ કરવાના ખરા માર્ગ એ છે કે તેએની પ્રત્યે ધ્યાદિષ્ટ રાખીને તેમને વ્હાલપૂર્વક ખેલાવવા, તેમની વૃત્તિમાંથી ધીરે ધીરે પાપ નિર્મૂળ થાય એવા ઉપદેશ આપવા અથવા અન્ય કોઈ રીતે તેમને પાપી પ્રવૃત્તિથી મુક્ત થવાને માર્ગે ચડાવવા. ભાઇબલમાં કહ્યું છે કે: “ જો કાઇ તારે અપરાધ કરે તે તેને ટપકા દે, તે જો તે પસ્તાવા કરે તે તેને માફ કર. જો તે એક હાડામાં સાત વાર અપરાધ કરે ને સાતવાર તારી તરફ કરીને કહે કે હું પસ્તાવું છું, તે તેને માફ કર.” ક્ષમાત્તિને મેધ આપનારા બાઈબલનાં વાક્યામાં પાપીને તિરસ્કારી કાઢવાને નહિ પરન્તુ તેને સત્કારી તેની વૃત્તિને કેામળ બનાવવાને યત્ન કરવાના હેતુ રહેલા છે. આવા યત્નેામાં નિષ્ફળતા મળે તે માત્ર પાપીથી અસહકાર કરવા, પરન્તુ તિરસ્કાર દર્શાવવેા નહિ, કારણકે તિરસ્કાર પાપીને વધારે પાપી બનાવે છે.
આ
દૃષ્ટાંત—અર્જુન નામનેા એક માળી હતા તે રોજ એક યક્ષની પૂજા કરીને પોતાના ખગીચામાંથી ઉતરેલાં ફૂલ વેચવા જતા. એક વાર તે તથા તેની સ્ત્રી યક્ષની પૂજા કરતાં હતાં, એટલામાં યક્ષના મંદિરમાં સંતાઇ રહેલા ૬ દુષ્ટ પુરૂષોએ અર્જુનને બાંધી લીધા અને તેની સ્ત્રી સાથે કમ કરવા માંડયું. અર્જુનને વિચાર થયા કે હું વર્ષોથી યક્ષની પૂજા કરૂં છું છતાં આ વિપત્તિને વખતે તે મને કેમ મદદ કરતા નથી ? શું ખરેખર યક્ષ હશે ખરે ? આ વિચારની સાથે જ યક્ષનું અદ્ભુત ચૈતન્ય અર્જુનમાં આવ્યું અને તેણે દોરડાના અધ પાતાના અદ્ભુત મળથી તેાડી નાંખ્યા. પછી યક્ષની મૂર્તિના હાથમાં લોખડની ગદા હતી તે ઉંચકીને તેણે છ પુરૂષ અને સાતમી પેાતાની સ્ત્રી એ સાતને મારી નાંખ્યાં; તાપણુ તેને ક્રોધ શાંત થયા નિહ. રાજ એ પ્રમાણે તે જે કાઈ પાતાના હાથમાં આવે તે સાત મનુષ્યાને મારતા ત્યારે શાંત થતા. આ ઉપદ્રવથી કાઇ નગરની અહાર નીકળતું નહિ. એક વાર મહાવીર સ્વામી ગામની બહાર એક બગીચામાં ઉતર્યાં અને અર્જુન માળીના પંજામાં પડવાની બીકથી કાઈ તેમને વંદન કરવા ગયું નહિ, પરન્તુ સુદર્શન શેઠ ગયા. રસ્તામાં અર્જુન માળીએ