Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 16
________________ नमोऽस्तु तस्मै जिनशासनाय T 7. મોક્ષઃ જૈનશાસનની તમામ વ્યવસ્થાઓનું એક માત્ર અંતિમ લક્ષ્ય ખેડુત ખેતી કરે છે. શેના માટે ? એનો જવાબ છે,- અનાજ પકવવા માટે ! અનાજ શેના માટે ? પોતાને ખાવા અને વેંચવા માટે ! અનાજનું વેચાણ શેના માટે ? પૈસા કમાવા માટે ! પૈસો શેના માટે ? ખાવા-પીવાની તમામ સામગ્રીઓ મેળવવા માટે ! સામગ્રી શેના માટે ! સુખ માટે ! સુખ શેના માટે ? એનો કોઇ જવાબ નથી. દર્દી દવા લે છે. શેના માટે ? રોગ દૂર કરવા માટે ! રોગનિકાલ શેના માટે ? સ્વસ્થતા-શાંતિ-પ્રસન્નતા મેળવવા માટે એટલે કે સુખ માટે ! એ શેના માટે ? એનો કોઇ જવાબ નથી. આ માત્ર બે દૃષ્ટાન્તો જોયા. હકીકત એ છે કે કોઇપણ જીવ જે કંઇપણ પ્રવૃત્તિ કરે છે, એનું સીધું લક્ષ્ય ભલે ગમે તે હોય-પણ જેમ જેમ ઊંડા ઉતરતા જઇશું, તેમ તેમ ખ્યાલ આવશે કે એનું અંતિમ લક્ષ્ય સુખ જ છે. અરે, આત્મહત્યા કરનારાને પુછશો તો એ પણ એમ જ કહેશે કે ‘મારે દુઃખોથી છૂટવું છે, હું ત્રાસી ગયો છું. મારે શાંતિ જોઇએ છે...’ એટલે સૌ પ્રથમ આ પદાર્થ મનમાં બરાબર દઢ કરી લો કે— કોઇપણ જીવની અંતિમ ઇચ્છા છે સુખ મેળવવાની ! દુઃખો ખતમ કરવાની ! પણ, જીવ અજ્ઞાની છે, અણસમજુ છે...એટલે એને ખરેખર સાચું ભાન જ નથી કે સુખ શી રીતે મળે ? એ બિચારો જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગવટામાં જ સાચું સુખ માની બેસે છે, એ મેળવવા માટે ધમપછાડા કરે છે, પણ આ સાવ ખોટો રસ્તો હોવાથી અંતે એ દુઃખી જ થાય છે. જીવવા માટે ખો૨ાક કે દવાને બદલે ઝેર ખાવામાં આવે તો શું થાય ? અજબ જીવનની ગજબ કહાની ૧

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126