Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 79
________________ સ્થવિર જ પ્રવર્તકનું અને સ્થવિરનું...એમ બંને કામ સંભાળે. પણ એવું તો ન જ બનવું જોઇએ કે અર્થ આપનાર કોઈ ન હોય, કે સૂત્ર આપનાર કોઇ ન હોય, કે પ્રવર્તકાદિનું કામ કરનાર કોઇ ન હોય. જે ગચ્છમાં આવી અવ્યવસ્થા હોય, એ ગચ્છમાં મોક્ષાર્થી સંયમીએ ન રહેવું. એક અગત્યની વાત આ સ્થવિરકલ્પનો જો કોઇ મજબૂત પાયો હોય, આ સ્થવિરકલ્પનો જો કોઇ શણગાર હોય, આ સ્થવિરકલ્પનો જો કોઈ પ્રાણ હોય, તો એ છે સમ્યગ્દર્શનના અંતિમ ચાર આચારો ! જો આ ચાર આચાર છે, તો સ્થવિરકલ્પ સુંદર મજાનો રાજમહેલ જ છે. જો આ ચાર આચાર નથી, તો સ્થવિરકલ્પ ભૂતિયો બંગલો, ડરામણું સ્મશાન જ સમજી લો. એ ચાર આચારો આ પ્રમાણે છે. (૧) ઉપબૃહણા : ગચ્છમાં કોઇપણ સંયમી વિશિષ્ટ તપ, વિશિષ્ટ સ્વાધ્યાય, વિશિષ્ટ વૈયાવચ્ચ કરે, તો એની હાર્દિક પ્રશંસા કરવી એ ઉપબુહણા ! આનાથી એ સંયમીનો ઉત્સાહ વધે, તપ-સ્વાધ્યાયાદિ કરવાનું મન થાય, વધારવાનું મન થાય, પરસ્પરની આત્મીયતા વધે, મિત્રતા વધે, લાગણી વધે.જે ઈર્ષાદિ દોષોને ખતમ કરવા માટે અત્યંત ઉપયોગી છે. એક બીજાના નાના નાના દોષોને સહી લેવા માટે અત્યંત ઉપયોગી છે. (૨) સ્થિરીકરણઃ કોઇપણ સંયમી સ્વશક્તિ હોવા છતાં તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ, વિનય, પ્રભુભક્તિ વગેરે યોગોમાં પ્રમાદ કરે, વિકપાદિમાં સમય બગાડે. એ જોઈને અન્ય સંયમીને એના પ્રત્યે લાગણીના કારણે કરણા જાગ્રત થાય, અને એને પ્રેમપૂર્વક ક્યારેક ઠપકાપૂર્વક સમજાવે સંયમયોગોમાં એનો ઉલ્લાસ ઉત્પન્ન કરે..એ સ્થિરીકરણ ! જો કોઇ સ્થિરીકરણ કરનાર કોઇ ન મળે, તો જીવ બિચારો ક્યાંય ખોટી દિશામાં રંગોળાઇ જાય, સાચી દિશામાં પાછો ન ફરે.ઘણું મોટું નુકશાન સંયમજીવનમાં કરી બેસે. (૩) વાત્સલ્ય: સંયમીઓમાં પરસ્પર નિર્દોષ સ્નેહભાવ હોવો જ જોઇએ. એ હોય, તો નિંદા-ઇર્ષા-ટીકાટીપ્પણ..વગેરે દોષો ઉત્પન્ન ન થાય. માંદગી, વિહારાદિ તમામ કાર્યોમાં એકબીજાને ખૂબ સહાય કરે, એકબીજા માટે પુષ્કળ ભોગ આપવા તૈયાર થઇ જાય. એક મા પોતાના બાળકોને જે રીતે ચાહે, એ રીતે જ સંયમી સંયમીઓને ચાહે. — —- ૬૦ - - જૈન સાધુ જીવન...

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126