________________
ટુંકમાં જેને તેવા પ્રકારના જિનકલ્પસાધ્ય કર્મરોગ હોય, તેના માટે, સાધ્વીગણ ન હોય, તો જિનકલ્પ સ્વીકારવામાં વધુ લાભ ! સાધ્વીગણ હોય, તો પણ અન્ય સાચવનાર મળી જાય, તો જિનકલ્પમાં જ વધુ લાભ
સાધ્વીગણ હોય અન્ય સાચવનાર ન હોય, તો જિનકલ્પ સ્વીકારવામાં નુકસાન ! કારણ કે જિનકલ્પ અનુચિતપ્રવૃત્તિ બની રહે છે. એના કરતા એ વખતે સાધ્વીગણને સાચવવામાં જ વધુ લાભ ! પ્રશ્ન : તો એને જિનકલ્પ વિના પેલા કર્મો ક્ષય ન પામે, તો એ ભવમાં મોક્ષ નહિ ને ? ઉત્તર ઃ આના માટે નીચે મુજબ વિચારણા કરી શકાય.
એ મુનિનો એ ભવમાં મોક્ષ ન થાય, એ કર્મોને પછીના ભવોમાં ભોગવીને કે પછી જિનકલ્પાદિની આરાધનાથી ખતમ કરીને મોક્ષ પામે. (આ ભવમાં જિનકલ્પ લે, તો ય એ કર્મો ન જ ખપે, કેમકે અનુચિત પ્રવૃત્તિ બની રહે છે.)
જિનકલ્પ માટેની ભાવથી પૂરી તૈયારી કરી જ લીધી છે, માત્ર સાધ્વીગણ ખાતર અટકે છે. તો આ શ્રેષ્ઠ ઔચિત્યસેવન પેલા કર્મોને નબળા પાડી દે, એવું બની શકે. હા ! પુષ્ટ કારણ વિના જો એ જિનકલ્પ ન સ્વીકારે, તો તો એને એ કર્મો ખતમ ન જ થાય.
'સાત પ્રકારની એષણા
• ખરડાયેલા હાથે ખરડાયેલા વાસણથી વહોરવું. • નહીં ખરડાયેલા હાથે નહીં ખરડાયેલા વાસણથી વહોરવું. • પોતાના માટે થાળી આદિમાં કાઢેલું જ વહોરવું. • વાલ-ચણા જેવા લુખા દ્રવ્યો જ વહોરવા. • પીરસવા માટે કમંડલ જેવામાં કાઢેલી ભિક્ષા જ લેવી. • પિરસવા માટે નીકળી ચૂકેલી વ્યક્તિએ હજી ભોજન કરનારને ન
આપ્યું હોય, ચમચાથી પીરસવા લીધુ હોય તેવું ભોજન લેવું. વધેલું ફેંકી દેવાનું ભોજન જ લેવું. પાણી માટે પણ આ જ સાત પ્રકાર છે.
અજબ જીવનની ગજબ કહાની1
૬૯