Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 116
________________ સાધ્વીગણનો આચાર દિગંબર સંપ્રદાય એમ માને છે કે ‘સ્ત્રીઓ મોક્ષમાં ન જાય, પુરુષો જ જાય...' શ્વેતાંબરો સ્ત્રીઓનો પણ મોક્ષ માને છે. એની સેંકડો યુક્તિઓ સ્યાદ્વાદરત્નાકર વગેરે ગ્રન્થોમાંથી જાણી લેવી. સાધ્વીજી ભગવંતો પણ મોક્ષ તો પામી જ શકે છે, પણ સાધુ કરતા તેઓને આચાર પાલનમાં વિશેષ કાળજી ક૨વાની જરૂર હોય છે, એનું કારણ એમના શીલની રક્ષા છે. સાધુ જો સ્વયં નિર્વિકારી હોય, તો એને શીલરક્ષા સાવ સહેલી છે. જ્યારે સાધ્વીજીઓ સ્વયં નિર્વિકારી હોય, તો પણ સ્ત્રીજાતિ હોવાથી એમને બીજાની બળજબરીથી પણ બચીને રહેવાનું છે, નહિ તો પણ શીલ જોખમમાં મુકાય. આ કારણસર સાધુઓ કરતા સાધ્વીજીઓના અમુક આચારો અલગ પ્રકારના દર્શાવવામાં આવ્યા છે. એ તમામમાં મુખ્ય કારણ પ્રાયઃ શીલરક્ષા જ છે. આ પ્રકરણમાં આપણે સાધ્વીજીઓના એવા કેટલાક વિશેષ પ્રકારના આચારો જોશું, અમુક આચારોના બોધથી પછી એ ખ્યાલ આવી જ જશે કે કેવા પ્રકારની કાળજી તેઓએ રાખવાની હોય છે. (૧) જાત-સમાપ્ત કલ્પ : સાધુઓમાં ૫ અને ૭ સંખ્યા સમાપ્તકલ્પ માટે દર્શાવેલી, સાધ્વજીઓ શેષકાળમાં ઓછામાં ઓછા ૭ અને ચોમાસામાં ઓછામાં ઓછા ૯ હોય, તો જ એ સમાપ્ત કલ્પ કહેવાય. વધુ સંખ્યામાં રાખવાના અનેક કારણો છે. M.C. ના સમય દરમ્યાન સાધ્વીજી કામ-કાજ ન કરી શકે. એટલે એવા વખતે વધુ સંખ્યા હોય, તો જ બધી વ્યવસ્થા જળવાય. સાધ્વીજીઓએ ગોચરીમાં વધુ સંખ્યામાં જવાનું હોય છે. માટે વધુ સંખ્યાની જરૂર પડે. વધુ હોય, તો બ્રહ્મચર્યની સુરક્ષા થઇ શકે. (૨) ગોચરી : સાધુઓએ બે બેના ગ્રુપમાં ગોચરી જવાનું હોય છે. જ્યારે સાધ્વીજીઓએ ત્રણ-ત્રણના ગ્રુપમાં ગોચરી જવાનું. એમાં બે પ્રૌઢ ઉંમરના અને એક યુવાન...એ રીતે જવાનું. જૂના જમાનામાં જૈનેતરો વગેરે અજબ જીવનની ગજબ કહાની 62

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126