________________
બ્રહ્મચર્યની નવ વાડઃ
શાસ્ત્રોમાં કહ્યું છે કે નવિ િિવ વિ પત્તિસિદ્ધ, નાગુબ્બાય ચ जिणवरिंदेहिं । मुत्तुं मेहुणभावं, न तं विणा रागदोसेहिं ।
પ્રભુએ કોઇપણ વસ્તુનો એકાંત નિષેધ નથી કર્યો અને કોઇપણ વસ્તુની એકાંત હા નથી પાડી, પણ મૈથુનનો = અબ્રહ્મનો એકાંતે નિષેધ કરેલો છે. કારણ કે એ રાગ-દ્વેષ વિના થાય જ નહિ.
આશય એ છે કે પરમાર્થથી વિચારીએ તો રાગ અને દ્વેષ એ જ બે પાપ છે, બાહ્યક્રિયાઓ ખરેખર પાપ નથી. પણ જે બાહ્યક્રિયાઓમાં રાગાદિ થતા હોય, એ બાહ્યક્રિયાઓ ઉપચારથી પાપ કહેવાય છે અને એનો ત્યાગ ક૨વાનો હોય છે.
એટલે જે બાહ્યક્રિયાઓ દેખીતી હિંસાદિમય હોવા છતાં એમાં રાગાદિ ન થાય, એની અપવાદમાર્ગે છૂટ આપવામાં આવે છે. એટલે જ બાહ્ય ક્રિયાઓમાં એવો કોઇ એકાંત નથી કે આ કરવી જ...કે આને જ કરવી. પણ જેમાં રાગાદિ થાય, એ ક્રિયા બહારથી સારી હોય તો પણ ન કરવી. જેમાં રાગાદિ ન થાય. એ ક્રિયા બહારથી દેખાવમાં ખરાબ હોય, તો પણ અપવાદરૂપે એની છૂટ ! પણ અબ્રહ્મ નામની બાહ્ય ક્રિયા એવી છે કે જેમાં એકાંતે રાગ થાય જ. અને માટે તેનો ત્યાગ જ કરવાનો. એમાં છૂટ નહિ. ધારો કે કોઇ સાધુ ભૂલ કરી બેસે, તો એને અવશ્ય પ્રાયશ્ચિત્ત આપવામાં આવે.
આ રીતે જૈનદર્શનમાં બ્રહ્મચર્ય સૌથી મોટો ગુણ બની રહે છે.
બીજી બાજુ અનાદિકાળની વાસનાઓ જીવને વળગેલી છે, એમાં પણ મનુષ્યભવમાં મૈથુનસંજ્ઞા સૌથી વધારે સતાવે એવું શાસ્ત્રવચન છે. એટલે સાધુ થયા પછી પણ જો કુનિમિત્તો વગેરેમાં અટવાઇ જવામાં આવે, તો બ્રહ્મચર્યપાલન અશક્ય જ બની રહે.
આ માટે બ્રહ્મચર્યની રક્ષા કરવા માટે નવ આચારો ગોઠવવામાં આવ્યા છે. જેમ વૃક્ષની, પાકની રક્ષા કરવા માટે એની ચારેબાજુ કાંટાની વાડ કરવામાં આવે, કે જેથી પશુઓ અંદર ઘૂસીને એને નુકસાન ન પહોંચાડે, એમ બ્રહ્મચર્યની સુરક્ષા માટે નવ આચારો ગોઠવવામાં આવેલા હોવાથી એને નવ વાડ કહેવામાં
જૈન સાધુ જીવન...
૯૪