Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 76
________________ આમાં જ્ઞાન = સમ્યગુ જ્ઞાનવર્ધક શાસ્ત્રો. દર્શન = સમ્યગ્દર્શનની વિશુદ્ધિ કરનારા સન્મતિતકદિ શાસ્ત્રો. ચારિત્ર = યોગોદ્વહન આદિ અનેક પ્રકારની સામાચારીઓ. (ગુરુ પાસે જનરલ આચારો તો છે જ પણ સામાચારીઓમાં તરતમતા ઘણી હોય છે. એટલે નવી સામાચારી શીખવા માટે અન્યની નિશ્રા સ્વીકારવાનું બને.) એમાં જ્ઞાન-દર્શનમાં સૂત્ર માટે અને અર્થ માટે..એમ બે માટે ઉપસંપદ લેવાય. એ બંનેમાં પાછા ત્રણ ભેદ ! • તદ્દન નવા સૂત્રાદિનું ગ્રહણ ! • જે સૂત્રાદિ આવડેજ છે, પણ એ એકદમ પાકા કરવા.. • જે સૂત્રાદિ કાચા થઇ ગયા છે, વચ્ચે વચ્ચે તૂટી ગયા છે. એ સાંધીને પાકા કરવા.. પૂર્વના કાળમાં પુસ્તકારૂઢ સૂત્રાદિ ન હતા, એટલે એ બધું મૌખિક જ ચાલતું, માટે એ લેવા માટે અન્યની નિશ્રા જરૂરી બનતી. એમ કોઇકને વૈયાવચ્ચ કરવાની ભાવના થાય, પણ સ્વગચ્છમાં એવા કોઇ ગ્લાનાદિ ન હોય, તો વૈયાવચ્ચ કરવા માટે પણ અન્ય ગચ્છાદિની નિશ્રા સ્વીકારે. એમ કોઇકને તપ કરવો છે, અનશન કરવું છે...પણ સ્વગચ્છમાં સેવાદિ કરનારા, સમાધિ આપનારા એવા કોઈ નથી, તો તપ-અનશન કરવા માટે એવા અન્ય ગચ્છાદિની નિશ્રા સ્વીકારવાની થાય, કે જ્યાં સેવાદિ કરનારા મળી રહે. ઉપસંપદ લેનારે ગુરુની રજા લેવી પડે, ગુરુ રજા આપે તો જ બીજાની નિશ્રા સ્વીકારાય. એમાં ય ગુરુ જેની પાસે જવાની રજા આપે, એની પાસે જ જવાય, જે સૂત્રાદિ માટે રજા આપે...એ સૂત્રાદિ જ ભણાય. આ દસે ય સામાચારીમાં સૂક્ષ્મતાથી નિરૂપણ કરશો તો ચોક્કસ ખ્યાલ આવશે કે ડગલે ને પગલે સશુરુ પ્રત્યેના સમર્પણની વાત આવે છે. આ સમર્પણ વિના ન જ ચાલે..સગુરુને પૂછડ્યા વિના આચરાતી પ્રાયઃ એકેય સામાચારી શુદ્ધ બનતી નથી. માટે જ પ્રત્યેક સંયમી માટે ગુરુપારતન્ય-ગુરૂસમર્પણ અત્યંત ઉપયોગીઆવશ્યક છે. અજબ જીવનની ગજબ કહાની – ૫૭ – >

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126