Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 104
________________ (૮) તદુભય ઃ સૂત્ર અને અર્થ બંને વિધિસર ગ્રહણ કરવા, બોલવા, સમજવા.... દર્શનાચાર : (૧) નિઃશંતિઃ પ્રભુના એક પણ વચનમાં બિલકુલ શંકા ન કરવી. (૨) નિષ્કાંક્ષિતઃ અન્ય કોઇપણ ધર્મ ગ્રહણ કરવાની ઇચ્છા ન કરવી. (૩) નિર્વિચિકિત્સા શાસ્ત્રોમાં બતાવેલા તે તે ધર્મફળોમાં બિલકુલ શંકા ન કરવી.. (૪) અમૂઢદષ્ટિ ઃ અન્યધર્મની | અન્યધર્મીની જાહોજલાલી જોઇને મોહાઇ ન જવું, આકર્ષાઇ ન જવું. (૫) ઉપબૃહણા (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય (૮) શાસન પ્રભાવના.. આનું સ્વરૂપ પૂર્વે સ્થવિરકલ્પ પ્રકરણમાં જોઇ ગયા છીએ. ચારિત્રાચારઃ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ ભેદ છે. એ પણ પૂર્વે જોઇ ગયા. તપાચારઃ એના બાર ભેદ છે. છ બાહ્ય અને છ અત્યંતર. છ બાહ્ય તપો ? (૧) અનશન : ઉપવાસ, છઠ, અઠ્ઠમ વગેરે ઇત્વરકથિક અનશન છે....જ્યારે આખી જીંદગી માટે ચાર કે ત્રણ આહારનો ત્યાગ એ યાવત્રુથિક (૨) ઉણોદરી : સ્વાભાવિક ખોરાક કરતા ઓછું વાપરવું એ, ભોજનઉણોદરી ! નકામી ઉપધિ ન રાખવી એ ઉપાધિ-ઉણોદરી ! કષાયોને નબળા પાડી દેવા એ કષાય-ઉણોદરી ! (૩) વૃત્તિ સંક્ષેપ : ગોચરીમાં ઓછા દ્રવ્યો વાપરવા.. (૪) રસત્યાગ ઃ વિગઇ વગેરેનો, રસપોષક-સ્વાદપોષક વસ્તુઓનો ત્યાગ કરવો તે... (૫) કાયક્લેશઃ લોચ કરવો, ઠંડી-ગરમી સહેવા. (૬) સંલીનતા : કાયાને સ્થિર રાખવી, હલન-ચલન ઓછું કરવું, સ્થિરાસનમાં વધુ સમય રહેવું. અજબ જીવનની ગજબ કહાની અજબ જીવનની ગજબ કહાની ૮૫ ૮૫

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126