Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 123
________________ ૮) યતિદિનચર્યા ૯) યતિલક્ષણસમુચ્ચય. ૧૦) અધ્યાત્મકલ્પદ્રુમનો યતિશિક્ષા અધિકાર... ૧૧) યોગશાસ્ત્રનો પહેલો અને ચોથો પ્રકાશ.. ૧૨) ધર્મબિંદુના ચોથા અધિકારથી માંડીને અંત સુધી... ૧૩) આચારાંગ સૂત્ર...દસકાલિક સૂત્ર (હારિભદ્રી ટીકા)...આવશ્યક નિર્યુક્તિ..ઉત્તરાધ્યયનસૂત્ર - તદુપરાંત મારા અને અન્ય મહાત્માઓના લખેલા સાધુજીવનના આચાર, વિચાર અને વ્યવહાર પર પ્રકાશ પાથરનારા અનેકાનેક ભાષાકીય પુસ્તકો.... બસ, આ પુસ્તકો-ગ્રન્થો એ મહાસાગર છે. જેમાંથી આ પુસ્તકમાં બિંદુઓ લેવામાં આવ્યા છે. ગુજરાતી વિવેચન શૈલિના પુસ્તકોનું વાંચન જાતે કરી શકાય, મૂળ ગ્રંથો કે તેમના ભાષાંતરના વાંચન ગીતાર્થ મહાપુરૂષોની નિશ્રાએ કરાય. આ સિવાય બીજા પણ અનેક મહાસાગર છે, પણ સાધુ જીવનના આચારની અપેક્ષાએ વિચારીએ, તો વર્તમાનમાં આ ગ્રન્થોમાં આચાર સંબંધી. એવી કોઇ બાબત બાકી નથી રહેતી, કે જે આમાં ન હોય અને અન્ય ગ્રન્થોમાં હોય. આ તમામ ગ્રન્થો વ્યવહારનયની પ્રધાનતાવાળા છે. અર્થાત્ એમાં નિશ્ચયના રહસ્યો નથી આવ્યા, એવું નથી, પણ મોટા ભાગે આમાં આચારોનું જ વર્ણન કરવામાં આવ્યું છે. હા ! ભણનાર વ્યક્તિ જો વ્યુત્પન્ન હોય, વિવેકી હોય તો આમાં એટલા તો નિશ્ચયનયના પદાર્થો છે જ કે જે એને નિશ્ચયનો બોધ કરાવીને જ જંપે. જો સાધુ જીવનની પરિણતિનું જ વધુ ને વધુ નિરૂપણ કરનારા ગ્રન્થો વિચારીએ, તો યોગસાર જ્ઞાનસાર સમતાશતક (ગુજ.) સમાધિશતક (ગુજ...) - ૧૦૪] ૧૦૪ - જૈન સાધુ જીવન...

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126