Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 120
________________ : : : : પાંચ પ્રકારના વ્યવહાર સંયમી ભૂલ કરે, તો એને ભૂલ પ્રમાણે નાનું-મોટું પ્રાયશ્ચિત્ત આપવું એ વ્યવહાર ! મુમુક્ષુ, ઉપાશ્રય વગેરે અનેક વસ્તુઓમાં કોણ કોની માલિકીનું ગણાય ? એ નિર્ણય કરવો એ વ્યવહાર ! આ બધું કુલ પાંચ પ્રકારે થાય છે, એટલે વ્યવહાર પણ પાંચ પ્રકારનો છે. (૧) આગમ વ્યવહાર : કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, ચૌદપૂર્વધર, દસપૂર્વધર (નવપૂર્વધર) પોતાના વિશિષ્ટ જ્ઞાનના બળે જે પ્રાયશ્ચિત્તાદિ વ્યવહાર કરે, એ આગમ વ્યવહાર ગણાય. (૨) શ્રુતવ્યવહાર : નિશીથાદિ શ્રુતના ધારક આઠ પૂર્વધર વગેરે મહાત્માઓ શ્રુતના આધારે જે વ્યવહાર કરે તે શ્રત વ્યવહાર ! પ્રશ્ન : કેવલજ્ઞાની વગેરે પાસે તો આત્મા દ્વારા થતું સાક્ષાત્ જ્ઞાન છે, એટલે એમનો વ્યવહાર ભલે આગમમાં ગણાય. પણ ચોદપૂર્વધર વગેરે તો શ્રુતજ્ઞાનના બળથી જ વ્યવહાર કરે છે, તો એમનો વ્યવહાર તો શ્રુતમાં જ ગણવો જોઇએ ને ? ઉત્તર : સાચી વાત. પરંતુ એમનું શ્રુતજ્ઞાન કેવલજ્ઞાનાદિ જેવું જ સ્પષ્ટ, ચોકખું, વિશિષ્ટ પ્રત્યક્ષતુલ્ય હોય છે, એટલે એમને આગમ વ્યવહારમાં ગણ્યા છે. (૩) આશા વ્યવહારઃ બે ગીતાર્થ મુનિઓ જુદા જુદા દૂરવર્તી સ્થાનોમાં રહેલા હોય, ઘડપણ વગેરેને લીધે પરસ્પર એકબીજા પાસે જવા માટે અસમર્થ હોય, તો એમાંથી જેને આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવાનું હોય, એ પોતાના અગીતાર્થ સાધુને મોઘમ ભાષામાં આલોચના આપીને અથવા તો મોઘમ ભાષામાં લખાણ આપીને બીજા ગીતાર્થ પાસે મોકલે. અગીતાર્થ એ કશું સમજી ન શકે, પણ બીજો ગીતાર્થ એ સાંભળીને કે વાંચીને બધું સમજી જાય, અને પછી એ જ રીતે મોઘમ ભાષામાં જવાબ પાછો મોકલે...એ સાંભળીને કે વાંચીને આ ગીતાર્થ મુનિ પ્રાયશ્ચિત્ત સમજી લે અને એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત વાળી લે. અજબ જીવનની ગજબ કહાની —૧૦૧ –

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126