Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 24
________________ દા.ત. શ્રાવકોને એમની કક્ષા પ્રમાણે પૂજાદિ આચાર રાગાદિહાનિ કરે છે, તો એમણે એ આચાર પાળવાનો. સાધુઓને એમની કક્ષા પ્રમાણે પૂજાદિ આચાર રાગાદિહાનિ નથી કરતો, વૃદ્ધિ કરે છે.તો એમણે એ આચાર નહિ આદરવાનો. (આ સામાન્યથી જણાવ્યું, આવું કરોડો બાબતોમાં વિચારી લેવું.) (३) जह जह दोसा विरमइ, जह जह विसएसु होइ वेरग्गं | तह तह विनाअब्, आसन्नं से अ परमपयं । ભાવાર્થ ઃ મોક્ષ નજીકમાં છે ? દૂર છે ? એ શી રીતે ખબર પડે ? એ જાણવા માટેનું બેરોમીટર આમાં દર્શાવેલું છે કે આપણા આત્માના ક્રોધઅહંકાર-કપટ-આસક્તિ-વિકાર-ઇર્ષ્યાદિ દોષો જેમ જેમ ઓછા થતા જાય, મનગમતા શબ્દાદિ વિષયોમાં જેમ જેમ રાગભાવ ઘટતો જાય, તેમ તેમ મોક્ષ વધુને વધુ નજીક છે..એમ નક્કી માનવું. દોષોનો સંપૂર્ણક્ષય એ સંપૂર્ણ મોક્ષ. દોષોનો દેશતઃ ક્ષય એ દેશતઃ મોક્ષ જ છે. એ થોડો થોડો ક્ષય વધતો જાય, તેમ મોક્ષ પણ નજીક આવતો જાય. ધારો કે ૧ કરોડ માત્રાના દોષો છે, તો એ તમામ દોષોના ક્ષયથી સંપૂર્ણ મોક્ષ મળે. હવે કોઇકને ૧ લાખ માત્રાના દોષો ઓછા થયા, તો એનો મોક્ષ એટલા અંશ પૂરતો થઇ જ ગયો. કોઇકને ૫૦ લાખ માત્રાના દોષો ઓછા થયા, તો એનો મોક્ષ ૫૦% જેટલો થઇ જ ગયો. ટુંકમાં શુભક્રિયા વધી કે ઘટી એના આધારે નહિ, પણ આંતરિક દોષોની વધઘટના આધારે જ મોક્ષનો નિર્ણય થાય છે. (૪) ડિસેવIT ૩ માવો...(શ્રી નિશીથસૂત્રનિર્યુક્તિ, શ્રી व्यवहारसूत्र-नियुक्ति.) વર્તમાનમાં જે ૪૫ આગમો છે. એમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી ગંભીર આગમો તરીકે છે છ છેદ ગ્રન્થો ! એમાં પણ શ્રી નિશીથ, શ્રી બૃહત્કલ્પ અને શ્રી વ્યવહાર આ ત્રણ ઘણા વિરાટ અને ઘણા ઘણા ઉપયોગી ! આ તમામ છેદગ્રથો સાધ્વાચારનું પ્રતિપાદન કરનારા જ ગ્રન્યો છે. સાધુ-સાધ્વીઓએ શું કરવાનું ? શું નહિ કરવાનું ? તેઓ જો સાધ્વાચાર ન પાળે, તો શું શું અજબ જીવનની ગજબ કહાની – ૯ ]

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126