________________
આ આખો વ્યવહાર આજ્ઞા વ્યવહાર કહેવાય.
(૪) ધારણા વ્યવહાર : ગીતાર્થ સાધુ કોઇકને અમુક પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવમાં અમુક પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપે, એ બીજો અગીતાર્થ જુએ, એ બધું બરાબર સમજી લે. પછી એવા જ પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવમાં એ પણ એવી જ રીતે પ્રાયશ્ચિત્ત આપે...એ ધારણા વ્યવહાર !
એમ કોઇક સાધુ ઘણી બધી રીતે ગચ્છને ઉપકારી હોય, પણ એને છેદ ગ્રન્થોના તમામ પદાર્થો ભણાવવા ઉચિત ન હોય, તો ગુરુ એના માટે ઉપયોગી એવા પદાર્થો છેદ ગ્રન્થોમાંથી ઉદ્ધત કરીને એને આપી દે, અને એ ઉદ્ધત કરેલા પદાર્થો ભણી-ગણીને એ સાધુ જે વ્યવહાર કરે એ બધો ધારણા વ્યવહાર !
ક્યારેક એવું બને કે અગીતાર્થ સાધુ બધી રીતે સુપાત્ર હોય, ગચ્છને ઉપયોગી પણ હોય. પણ બધો અભ્યાસ કરવાની શક્તિ જ એની પાસે ન હોય..એ વખતે ગુરુ એને ઉપયોગી પદાર્થો ઉદ્ધત કરીને આપે.
પ્રશ્ન : પણ આવી રીતે ઉદ્ધત પદાર્થો શા માટે આપવા ?
ઉત્તરઃ એ પુણ્યશાળી, લબ્ધિમત, કાર્યદક્ષ હોવાથી ગચ્છના અનેકાનેક કાર્યો કરે છે, હવે જો એને તે તે કાર્યો સંબંધી ઉત્સર્ગ-અપવાદનો બોધ ન હોય, તો ભૂલો કરી બેસે. એને બદલે જો એને વ્યવસ્થિત બોધ આપી દેવામાં આવે, તો એટલા કાર્યો શાસ્ત્રાનુસારી થાય, વ્યવસ્થિત થાય..એ માટે જ આવા સાધુને ઉદ્ધત પદાર્થો આપીને ધારણા વ્યવહારી બનાવવામાં આવે છે.
(૫) જીત વ્યવહાર : કાળાદિ બદલાય, તેમ ગીતાર્થો નવા નવા નિર્ણયો લેતા હોય છે, એ પછી પ્રાયશ્ચિત્ત સંબંધી પણ હોય કે અન્ય પણ હોય...એ બધો જ જીત વ્યવહાર ગણાય છે.
દા.ત શાસ્ત્રોમાં ક્યાંય પ્રાયશ્ચિત્ત રૂપે સ્થિરાસન કે સ્વાધ્યાય વગેરે વસ્તુ દેખાતી નથી. જ્યારે વર્તમાનમાં ગીતાર્થો આવા પ્રકારના પ્રાયશ્ચિત્ત પણ આપે છે.
એમ પાંચમને બદલે ચોથની સંવત્સરી..આ બધું પણ જીત વ્યવહાર રૂપ જાણવું.
આ પાંચ પ્રકારના વ્યવહાર પ્રમાણે જિનશાસનની અંદર અનેકાનેક નિર્ણયો લેવાતા હોય છે.
~-
૧૦૨
– જૈન સાધુ જીવન...