Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 80
________________ (૪) પ્રભાવનાઃ સંયમી પોતાની વિદ્વત્તા દ્વારા, પ્રવચન પ્રભાવકતાની શક્તિ દ્વારા, વાદમાં જીત મેળવવાની શક્તિ દ્વારા, તપ દ્વારા, મંત્રાદિ દ્વારા, કવિત્વશક્તિ દ્વારા, સુંદર આચારો દ્વારા, સુંદર સ્વભાવ દ્વારા બધાને જૈનધર્મ પ્રત્યે સદ્ભાવ ઉત્પન્ન કરાવે..એનું નામ શાસનપ્રભાવના ! આ ચાર આચાર ખૂબ જ મહત્વના છે. અને સ્થવિરકલ્પમાં તો અત્યંત આવશ્યક છે. તથા, વિરકલ્પમાં સાધુ વર્ગ ઉપરાંત સાધ્વીવર્ગ પણ હોઇ શકે છે. હા ! બ્રહ્મચર્યની નિર્મળતા માટે એ બંને વર્ગો વચ્ચે જડબેસલાક મર્યાદાઓ બાંધવામાં આવી છે. દા.ત. સાધ્વીજીઓના પર્વતિથિ અને સ્વાધ્યાય સિવાય સાધુઓના ઉપાશ્રયમાં ન આવે. સાધ્વીજીઓના આચાર અંગેની મહત્ત્વની બાબતો આચાર્ય પ્રવર્તિની સાધ્વીજીને કરે, તે બાકીના સાધ્વીજીઓને કહે..આમ સાધ્વીગણને સાધુગણ સાથે પરિચય નહિવતુ ! - સાધ્વીજીઓની તમામ પ્રકારની કાળજી સાધ્વીગણાધિપતિ એક જ સાધુ કરે અને એ ખૂબ પીઢ, ખૂબ નિર્મળ + દઢ આચારવાળો હોય. એ તે તે કાર્ય માટે અમુક સાધુઓની સહાય લે તો એમાં ય એ સાધુઓ પણ ખૂબ જ પીઢ, પૂબ જ નિર્મળમનવાળા શોધવામાં આવે. હા ! વર્તમાનમાં કાળાદિને અનુસાર તફાવત દેખાય, એ શક્ય છે. તથા જે ગચ્છ આચારસંપન્ન હોય, તે સંવિગ્ન ! જે ગચ્છમાં છેદગ્રન્થજ્ઞાતા આચાર્યાદિ ગીતાર્થો હોય, તે ગચ્છ ગીતાર્થ સંયમીવાળો હોવાથી ઉપચારથી ગીતાર્થ ! આવો સંવિગ્ન-ગીતાર્થ ગચ્છ જ વાસ્તવિક રીતે સ્થવિરકલ્પમાં ગણાય, અસંવિગ્ન કે અગીતાર્થ ગચ્છ એ થોડા ઘણા આચારો પાળે, તો ય પરમાર્થથી વિરકલ્પ ન ગણાય. પાંચ અવગ્રહ • સાધુએ પાંચ પ્રકારના અવગ્રહમાંગવાના હોય છે. અવગ્રહ= માલિકીભાવ માલિકની રજા લઇને પછી જ કાર્ય કરવું.. (૧) સૌધર્મેન્દ્ર (૨) રાજા (૩) ગામ નગરનો માલિક (૪) ઘરનો માલિક (૫) ઉપાશ્રયમાં પૂર્વે પધારેલ આચાર્યાદિ. અજબ જીવનની ગજબ કહાની - ૬૧ – S

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126