Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 115
________________ માટે શરીર ટકાવવા જેટલું જરૂરી હોય, એટલું જ વાપરવું. આ બધા માદક દ્રવ્યો શક્ય એટલા ત્યાગી દેવા. (૮) અતિમાત્ર-આહાર : પોતાના સાહજિક રોજીંદા આહાર કરતાં વધારે આહાર વાપરવો એ આ દોષ કહેવાય. ખરેખર તો રોજીંદા આહાર કરતા પણ થોડોક ઓછો આહાર લેવાનો હોય છે. જો વધુ આહાર લેવામાં આવે, તો એ શરીરમાં ઉત્તેજના, મનમાં વિકારો પેદા કરે. માટે ઉણોદરી કરવી. (૯) વિભૂષાઃ શરીરને ચોક્ખું રાખવું, મોઢું ધોવું, મેલ દૂર કરવો...આ રીતે શરીરને સોહામણું કરવું એ શરીરની વિભૂષા ! કપડાનો કાપ વારંવાર કાઢવો, ચોખાચટ વસ્ત્રો પહેરવા, આકર્ષણ ઉભું થાય એ રીતે વસ્ત્રો પહેરવાં....આ બધી જ વસ્ત્રવિભૂષા ! એમ હાથ-પગના નખને સરસ આકાર આપવો, માથાના વાળ વ્યવસ્થિત રીતે ગોઠવવા....આ બધા પણ વિભૂષાના પ્રકારો છે. ખ્યાલ રાખવો કે આ નવ વાડ વયં બ્રહ્મચર્ય નથી, પણ બ્રહ્મચર્યની સુરક્ષા કરનાર અમોઘ શસ્ત્ર છે. એમ નવવાડોનો ભંગ એ સ્વયં બ્રહ્મચર્યનાશ નથી, પણ જે નવવાડોને તોડે, એને બ્રહ્મચર્યનો નાશ થવાની સંપૂર્ણ શક્યતાઓ ઉભી થાય છે. સ્ત્રી સંબંધી અંતિમ પાપ એ અબ્રહ્મ ! એમાં અવશ્ય રાગ થાય જ...એ દોષથી બચવા માટે નવ વાડો પાળવાની છે. શ્રી ઉત્તરધ્યયન સૂત્રમાં તો ચોખા શબ્દોમાં લખવામાં આવ્યું છે કે જે આ નવવાડોમાંથી એકપણ વાડનું પાલન ન કરે, એને કાં તો તાત્કાલિક જ મારી નાંખનારા રોગો થાય અથવા તો લાંબા કાળ સુધી પીછો ન છોડે એવા રોગો થાય, અથવા તો મોત જ આવી જાય, અથવા તો સાધુ ધર્મથી ભ્રષ્ટ થાય. આવા ભયંકર નુકસાન બ્રહ્મચર્યની વાડોના ભંગમાં પણ બતાવેલા છે, તો પછી સાક્ષાત્ અબ્રહ્મસેવનના નુકસાનો તો કેટલા બધા હોય ? કેવા ભયાનક હોય ? આત્માર્થી જીવોએ એકદમ કટ્ટરતા સાથે નવ વાડોનું પાલન કરવું. - જૈન સાધુ જીવન..

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126