Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 85
________________ બને, એમના માટે શાસનપ્રભાવના જ મહત્ત્વની, કારણ કે તેઓ નિયમથી વચનલબ્ધિવાળા હોય છે... ચારેયમાં બધા ગીતાર્થ જ હોય, કેમકે આટલો અભ્યાસ હોય, એ ગીતાર્થ જ હોય. • ચારેયમાં સાધ્વીઓ નહિ, કેમકે સાધ્વીજીઓને દૃષ્ટિવાદ અંગનો નિષેધ છે, અને પૂર્વો તો એમાં જ આવે છે, અને પૂર્વોના અભ્યાસ વિના આ કલ્પ સ્વીકારી શકાય નહિ. વળી દરેકમાં જે અમુક વિશિષ્ટ પ્રકારનો આચાર છે, એ સાધ્વીજીઓને શીલરક્ષાદિને લીધે શક્ય નથી. • ચારે ય વિરકલ્પની બહાર ગણાય. - ચારેયમાં પ્રથમ સંઘયણ જરૂરી ! ચારેયમાં એકાંતે ચારિત્રપરિણામની હાજરી ! કોઇપણ મુનિ આ કલ્પમાં નિષ્ફળ ન જાય, કેમકે વિશિષ્ટ જ્ઞાનથી બધું જોઇ લીધા બાદ જ આ કલ્પનો સ્વીકાર કરાય છે. • પ્રાયઃ ચારેયમાં સત્ત્વ, ચુત, એકતાદિ પાંચ ભાવનાઓ ભાવવામાં આવે છે, ભાવના એટલે અભ્યાસ ! એ એકદમ વ્યવસ્થિત થઇ ગયા બાદ આ કલ્પ સ્વીકારવામાં આવે છે. આવી બીજી પણ અનેક સમાનતાઓ જાણી-વિચારી શકાય છે. સ્થવિરકલ્પ અને જિનકલ્પાદિ વચ્ચે તફાવત • સ્થવિરકલ્પમાં ઉત્સર્ગ અને અપવાદ બંનેનું આચરણ હોય. જ્યારે આ ચારમાં એમનો પોતપોતાનો નક્કી થયેલો આચાર જ પાળવાનો હોય. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એમાં છૂટ લેવાની હોતી નથી. • સ્થવિરકલ્પમાં અગીતાર્થો પણ હોય, આ ચારમાં એકે ય ન હોય. • સ્થવિરકલ્પમાં સાધ્વીજી હોય, આ ચારમાં ન હોય. • સ્થવિરકલ્પમાં કલ્પોપન્ન દેવો જેવી વ્યવસ્થા છે. એટલે કે અમુક નાના, અમુક મોટા.. વગેરે ! આ ચારમાં કલ્પાતીત દેવો જેવી વ્યવસ્થા છે, બધા સરખા ! પરિહારિકમાં જે જે વાચનાચાર્યાદિ ભેદ છે, એ માત્ર એવી આચાર વ્યવસ્થા જ છે, પરમાર્થથી બધા સરખા જ છે. • સ્થવિરકલ્પમાં દરેક મુનિને ચારિત્રપરિણામ હોય જ એવું જરૂરી ” —૧ ૬૬ છે —જેન સાધુ જીવન...

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126