Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 74
________________ ઉત્તર : સાચી વાત છે. પણ દેરાસર દેવાધિદેવનું અને ઉપાશ્રય ગુરુ ભગવંતનું સ્થાન છે. આ બે બહુ મોટા ઉપાસ્ય = પૂજ્ય તત્વો છે. એટલે એમની પાસે જતા પહેલા એકદમ સાવધ થઇ જવું પડે. એમની લેશ પણ આશાતના ન થાય એ માટેની ખૂબ જ કાળજી રાખવી પડે. એટલે સંયમી કાયમ માટે શુભ પ્રવૃત્તિમાં જ રહેતો હોવા છતાં દેવગુરૂની નજીકમાં જતી વખતે એ શુભ પ્રવૃત્તિઓ પણ એકદમ ઉપયોગવાળી એકદમ વિવેકવાળી બનાવવાની હોય છે, એ માટે જ નિસીહિ બોલવામાં આવે છે. (૬) આપૃચ્છા : સંયમી આખા દિવસમાં જે કંઇપણ કાર્ય કરે, એ ગુરુને પૂછીને જ કરે..માત્ર મોટા કામોમાં પૂછે અને નાના કામોમાં ન પૂછે, તો એ પૃચ્છા ગણાય, પણ આ-પૃચ્છા ન ગણાય. એટલે માત્રુ જવું હોય, દેરાસર-ગોચરી આદિ માટે જવું હોય, ઉપાશ્રયમાં ગાથા ગોખવી હોય, કોઇકની સાથે ચર્ચા કરવી હોય...આ બધામાં સંયમીએ ગુરુને વિનયપૂર્વક પૃચ્છા કરવાની જ. આથી આપૃચ્છાસામાચારી થાય. (૭) પ્રતિપુચ્છા : કોઇપણ એકાદ કામ માટે એકવાર ગુરુને પૃચ્છા કરી, એ પછી, ગુરુએ એની ના પાડી હોય, તોય અમુક સમય બાદ પરિસ્થિતિ બદલાતા એમ લાગે કે આવી હાલતમાં આ કામ કરવું જરૂરી છે...તો એ માટે ફરી ગુરુને પૂછવું પડે. ગુરુએ કામની હા પાડી હોય, પણ કામ તરત કરવાનું ન હોય, થોડાક સમય બાદ કરવાનું હોય, તો એ વખતે કામ શરૂ કરતા પહેલા ગુરુને પૂછી લેવું...શક્ય છે કે આટલા સમય બાદ ગુરુનો વિચાર બદલાઇ જાય, તો ગુરુ ના પણ પાડે..અને એ ના સંયમીના હિત માટે જ હોય. જે કામની રજા લીધી હોય, એ કામમાં જ ક્યારેક કંઇક ફેરફાર કરવાનું ગુરુને સૂઝે, એટલે જો કામ ચાલુ કરતા પહેલા પૂછીએ...તો એ શક્ય બને. એ કામ બીજાએ કરી લીધું હોય, તો ગુરુ સંયમીને અટકાવી શકે, પણ એ કામ વખતે પૂછે તો ને ? આવા અનેક કારણોસર આ સામાચારી ગોઠવવામાં આવી છે કે તે તે કામ માટે ગુરુને પૂછી લીધા પછી પણ જો અમુક કાળ બાદ એ કામ કરવાનું હોય, તો ફરીથી ગુરુને પૂછી લેવું.આનું નામ પ્રતિપૃચ્છા ! અજબ જીવનની ગજબ કહાની ન પપ –

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126