________________
પણ નથી.એ વસ્તુઓની દષ્ટિએ એમને દ્રવ્યથી કે ભાવથી..એક પણ પરિગ્રહ નથી.
આ રીતે આપણે પાંચ મહાવ્રતોનું ટુંકાણમાં સ્વરૂપ જોયું.
આમાં જે જે ભેદમાં ભાવ ખરાબ છે, તે તે ભેદમાં મહાવ્રતોને નુકશાન થાય, જેમાં ભાવ ખરાબ નથી, એવા ભેદોમાં કોઇપણ નુકશાન નથી...એમ સ્પષ્ટ વિવેક કરવો.
હા ! એ વાત ન ભૂલવી કે જ્યાં દ્રવ્યથી મહાવ્રતનો ભંગ છે, ત્યાં ભાવથી મહાવ્રતનો ભંગ મોટાભાગે હોય જ. એટલે “મારો ભાવ ચોખો છે, માટે હું બહારનો આચાર ગમે તે પાછું, તો પણ વાંધો નહિ.” એવું બિલકુલ વિચારવું નહિ, માનવું નહિ, બોલવું નહિ.
ટૂંકમાં “દ્રવ્યથી છે-ભાવથી નથી આ ભેદ ક્યારેક જ સંભવિત છે, એટલે એ ભેદને મુખ્ય માનીને કદી ન ચાલવું, નહિ તો ચારિત્ર અને સમ્યકત્વ બંને ગુમાવી દેવાનો વારો આવશે.
પ્રશ્ન : પચ્ચીસ ભાવનાઓ શેના માટે છે ?
ઉત્તર : મહાવ્રતોનું પાલન અત્યંત દુષ્કર છે, કેમકે જીવના અનાદિ સંસ્કાર હિંસા-જૂઠ વગેરેના જ છે. એટલે મહાવ્રતોના પાલનમાં દૃઢતા આવે, ઉત્સાહ-વિવેક જાગે...એ માટે દરેક મહાવ્રતો માટે પાંચ પાંચ ભાવનાઓ દર્શાવાઇ છે.
શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે : भावनाभि वितानि पञ्चभिः पञ्चभिः क्रमात् । महाव्रतानि नो कस्य साधयन्त्यव्ययं पदम् ।।
પાંચ-પાંચ ભાવનાઓથી ભાવિત કરાયેલા મહાવ્રતો કોને મોક્ષપદ ન આપે ? બધાને આપે
ભાવના = અભ્યાસ = પ્રેકટીસ = પરિશીલન.... (૧) પ્રથમ મહાવત :
૧. મનોગુપ્તિઃ મનથી હિંસાદિના, ક્રૂરતાના, જીવ-અમૈત્રીના વિચારો બિલકુલ ન કરવા.
૨. એષણાસમિતિ ઃ ૪૨ દોષથી નિર્દોષ ગોચરી-પાણી લાવવા, વાપરવા.
૩. આદાનભંડમત્તનિક્ષેપણસમિતિઃ ઉપકરણો કે પાત્રા...કોઇપણ
અજબ જીવનની ગજબ કહાની
૩૧
–