________________
દ્રવ્યથી પણ ચોરી છે-ભાવથી પણ ચોરી છે.
કોઇકની વસ્તુ એની રજા વિના લઇ લેવામાં આવે, “આવી સામાન્ય વસ્તુ લેવા માટે વળી શું પુછપરછ કરવાની..” એવા વિચાર મનમાં ચાલતો હોય, તો આમાં દ્રવ્યથી પણ ચોરી છે અને ભાવથી પણ ચોરી છે. આમાં ભલે ઝૂંટવી લેવાનો ભાવ ન હોય, તો પણ પુછવાની કંઇ જરૂર નથી.” આ ઉપેક્ષાપ્રમાદ એ પણ એક પ્રકારની ભાવચોરી જ છે.
દ્રવ્યથી પણ ચોરી નથી, ભાવથી પણ ચોરી નથી.
સંયમીને એવો ભાવ હોય કે “મારે કોઈની પણ વસ્તુ પુછ્યા વિના તો ન જ લેવાય અને આ ભાવથી પ્રેરાઇને સંયમી જરૂર પડે ત્યારે પણ, નાની વસ્તુ પણ બીજા સંયમીને પૂછીને જ, એની રજા બાદ જ એની પાસેથી લે..તો આમાં દ્રવ્યથી પણ ચોરી નથી અને ભાવથી પણ નથી.
(૪) સર્વથા મૈથુનવિરમણ મહાવત: સ્ત્રી-પુરૂષનું પરસ્પર પાપસેવન એ મૈથુન ! મનથી, વચનથી અને કાયાથી આ મૈથુન સેવવું નહિ, સેવડાવવું નહિ, કોઇ સેવતા હોય તો એની અનુમતિ-પ્રશંસા નહિ....
આમાં ચાર ભેદ નીચે પ્રમાણે છે દ્રવ્યથી મૈથુન છે + ભાવથી નથી.
અબ્રહ્મનું જે અંતિમ પાપ છે, એમાં આ ભેદ ક્યારેય પણ સંભવિત નથી. કેમકે એમાં જીવને અવશ્ય રાગભાવ હોય જ, એ વિના એ અંતિમ પાપ ન સંભવે. પણ બ્રહ્મચર્યની જે નવ વાડ છે, એમાં આ ભેદ શક્ય છે. એટલે કે મૈથુન અટકાવવા માટેની વાડો છે, એ મૈથુનના કારણોને અટકાવે છે, હવે જો મૈથુનના કારણોને જ મૈથુન ગણી લઇએ. તો એમાં એવું બને કે એ દ્રવ્યથી હોય, ભાવથી ન હોય.
દા.ત. સાધુ હોસ્પીટલમાં દાખલ થયો, એને બાટલા ચડાવનાર કોઇ ભાઇ ન હોય, તો છેવટે બહેન પાસે=લેડીઝ પાસે એ કામ કરાવવું પડે, ત્યારે એ સાધુના હાથને પકડીને ઇંજેકશન આપે..આમાં સ્ત્રી અડે છે, એ દ્રવ્યથી મૈથુન છે...એ વખતે સાધુના મનમાં લેશ પણ વિકાર ન જાગે, તો ભાવથી મૈથુન નથી, હા ! એમાં પણ નર્સને સાક્ષાત્ સ્પર્શ ન કરવા દેવો, વચ્ચે કપડું રાખીને સ્પર્શ કરવા દેવો...વગેરે શક્ય એટલી જયણા તો સાચવવાની જ.
અજબ જીવનની ગજબ કહાની
-ન
૨૯
]
–9
6
%