________________
સ્વાધ્યાયથી ભાવિત થાય.
એકત્વઃ તમામ સંબંધોથી મમત્વરહિત થઇ એકલપણાથી ટેવાય.
બલઃ શારીરિક-માનસિક રીતે બધા જ પ્રકારના ઉપસર્ગો-પરિષહોને સહન કરવાની શક્તિ કેળવે.
આ રીતે તૈયાર થઇ, તીર્થંકર, ગણધર, ચૌદપૂર્વી, દશપૂર્વીક છેવટે વડ, પીપળો, અશોક આદિ વૃક્ષ નીચે મહોત્સવપૂર્વક જિનકલ્પ સ્વીકારે....
• એમની પાસે ઓઘો અને મુહપતી આ બે ઉપકરણ તો હોય જ..
• જો એ કપડો રાખે, તો એક, બે કે વધુમાં વધુ ત્રણ રાખે. એટલે ઓઘો, મુહપત્તી એમ બે + ૧ = ૩, બે + ૨ કપડા = ૪, બે + ૩ કપડા = પાંચ..આમ ત્રણ રીતે સંભવ છે.
- જો એ કપડા ન રાખે, પણ પાત્રો રાખે, તો પાત્રાની કુલ સાતેય ઉપધિ અવશ્ય રાખે છે. તો પછી મુખ્ય બે + સાત = નવ થાય.
- જો એ નવ ઉપરાંત એક, બે કે ત્રણ કપડા રાખે, તો દસ | અગ્યાર | બાર..આમ ત્રણ રીતનો પણ સંભવ છે.
• ટુંકમાં ૨, ૩, ૪, ૫, ૯, ૧૦, ૧૧, ૧૨..આટલા વિકલ્પો સંભવે.
• એમનો વિહાર-ગોચરી-સ્થડિલ..દિવસના ત્રીજા પ્રહરમાં જ થાય. નગરના છ ભાગ કલ્પી વારાફરતી એક-એક ભાગમાં ગોચરી જાય. ત્રીજો પ્રહર પૂરો થાય, એટલે જિનકલ્પી જ્યાં હોય ત્યાં જ વૃક્ષની માફક એકદમ સ્થિર બની જાય. નદીની વચ્ચે હોય કે ચાર રસ્તા વચ્ચે હોય.કોઇ એમને ધક્કો મારે, ઉપાડીને નાંખી દે...વગેરે બને, તોય એ પોતાના યત્નથી તો બિલકુલ હલન-ચલન ન જ કરે.
જિનકલ્પીને દેવ-મનુષ્ય-તિર્યંચાદિના ઉપસર્ગો આવે, પણ એ સમ્યક્ પ્રકારે સહન કરે જ..એમાં પોતાના આચારમાં કોઇપણ છૂટ ન લે. અતિ ચુસ્ત જીવન જીવે.
• આ કલ્પ આખી જીંદગી માટેનો હોય છે.
(૨) પરિહારવિશુદ્ધિ કલ્પઃ ગચ્છના પરિહાર વડે ત્યાગ વડે વિશુદ્ધિની પ્રાપ્તિ જેમાં થાય છે, તે આચાર ! અજબ જીવનની ગજબ કહાની ૬૩]–