________________
વિરાધના જેનાથી ઉત્પન્ન થાય, એવા પ્રકારના કોઈ પણ ઉપકરણાદિ વાપરવા એ દોષ છે. અને એનો ત્યાગ કરવો એ અજીવ સંયમ !)
(૧૧) મનસંયમ : મનમાં અશુભ વિચારો ઉત્પન્ન ન થવા દેવા, એ મનસંયમ !
(૧૨) વચનસંયમઃ સાવદ્ય ભાષા, અપ્રીતિ કરનારી ભાષા ન બોલવી એ વચનસંયમ !
(૧૩) કાયસંયમઃ જીવની વિરાધના થાય એ રીતે કાયાનું હલનચલન ન થવા દેવું એ કાયસંયમ !
(૧૪) પ્રેક્ષાસંયમ કોઇપણ વસ્તુ લેતી વખતે કે મૂકતી વખતે ત્યાં બરાબર જોઇ લેવું કે “કોઇપણ જીવ મરે નહિ, કોઇને પણ કિલામણા ન થાય. પોતાના સ્પર્શથી કોઇ દુઃખી ન થાય. વસ્તુના ભારથી કોઇ મરી ન જાય.” આ બરાબર જોવું એ પ્રેક્ષાસંયમ ! એ કાળજી રાખી બેસવું, સુવું, ફરવું...ઇત્યાદિ અથવા સહવર્તી સંયમીઓ સંયમયોગોમાં પ્રમાદ કરતા હોય, તો લાગણીસભર ભાષામાં અમને સમજાવીને સંયમયોગોમાં દઢ કરવા એ પ્રેક્ષાસંયમ !
(૧૫) ઉપેક્ષાસંયમ : શ્રાવકો પોતાના સાંસારિકકાર્યોમાં પ્રમાદ કરતા હોય તો એને કશું ન કહેવું. ‘તું કેમ ધંધો કરતો નથી. તું કેમ છોકરાને પરણાવતો નથી.” વગેરે કશું જ ન બોલવું એ ઉપેક્ષાસંયમ ! પાસત્યાદિના સંયમ પ્રત્યેના નિર્ધ્વસ પરિણામોની ઉપેક્ષા કરવી તે પણ ઉપેક્ષા સંયમ.
(૧૬) પ્રમાર્જના સંયમઃ કોઇ પણ વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણો વગેરે લેતા મૂકતા જોયા પછી પણ પૂંજીને જ લે-મૂક કરવા તે વગેરેરૂપ પ્રમાર્જના સંયમ.
(૧૭) પરિષ્ઠાપન સંયમ : મળ + મૂત્ર + શ્લેષ્મ વિ. અશુચિ તથા અવિધિથી લીધેલો-સંયમને અનુપકારી આહારાદિ નિર્જીવ જગ્યાએ છોડી દેવો તે..પારિષ્ઠાપન સંયમ.
શાસ્ત્રોમાં બીજી રીતે પણ સત્તર પ્રકાર સંયમ બતાવેલો છે. હિંસાદિ પાંચ આશ્રવોથી નિવૃત્તિ = ૫
પાંચ ઇન્દ્રિયોનો નિરોધ = ૫ ચાર કષાયોનો જય = ૪ અશુભમન વગેરેનો ત્યાગ – ૩
૧૭.
^
{ ૯૨]
જૈન સાધુ જીવન...