Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 40
________________ - આમ કાચી દીક્ષામાં અને પાકી દીક્ષામાં પ્રતિજ્ઞાની દૃષ્ટિએ માત્ર આટલો જ ભેદ સમજવો. આ પાંચ મહાવ્રતો મૂલગુણ કહેવાય. શ્રમણજીવનના અન્ય આચારો ઉત્તરગુણ કહેવાય. મૂલગુણ હૃદય-મગજ જેવા છે, ઉત્તરગુણ હાથ-પગ-નાક-કાનાદિ જેવા છે. હૃદય-મગજને નુકસાન પહોંચે, તો મોતની શક્યતા વધુ ! હાથ-પગને નુકસાન પહોંચે, તો શરીર ખંડિત થાય, પણ મોત ન આવે. આપણે જેમ શરીરના તમામ અવયવોને સાચવીએ, પણ હૃદય-મગજને તો એકદમ બરાબર સાચવીએ..એમ સંયમીએ ભૂલ અને ઉત્તર..તમામ ગુણોને સાચવવાના જ છે, પણ એમાં ય પાંચ મહાવ્રતોની સુરક્ષા તો એકદમ બરાબર કરવાની છે. હૃદય-મગજ વિના માણસ જીવી શકતો નથી, મૂલગુણ વિના ચારિત્ર ટકતું નથી. હાથ-પગ વિના માણસ હેરાન ચોક્કસ થાય, પણ જીવે તો ખરો, જીવી શકે ખરો. ઉત્તરગુણ વિના ચારિત્ર નબળું ચોક્કસ પડે, પણ ટકી શકે ખરું.. આ પ્રકરણમાં આપણે પાંચ મહાવ્રતોનું અને પચ્ચીસ ભાવનાનું સ્વરૂપ ટુંકાણમાં જોશું. १) सर्वथा प्राणातिपातविरमण महाव्रत : । સર્વથા મનથી, વચનથી અને કાયાથી..કરવું, કરાવવું, અનુમોદવું.એ નવ કોટિ ! પ્રાણાતિપાત એટલે કોઇપણ જીવને અલ્પ પણ પીડા થવી, જીવ મરી જવો..વગેરે. વિરમણ એટલે ત્યાગ. મન-વચન-કાયાથી અલ્પ પણ પીડા કોઇપણ જીવને સ્વયં કરવી નહિ, કરાવવી નહિ કે એની અનુમોદના કરવી નહિ.આ આનો સામાન્યથી અર્થ છે. પ્રશ્ન : આપણે બોલીએ, ચાલીએ એમાં વાયુકાયના જીવોની હિંસા તો થાય જ છે, તો પછી આ મહાવ્રત તૂટી ન જાય ? ઉત્તર ઃ હિંસા બે પ્રકારે છે...દ્રવ્યથી અને ભાવથી. અજબ જીવનની ગજબ કહાની - ૨૫ – * *

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126