Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 35
________________ અમારે નમ્રતા-નિરહંકારિતા જ જોઇએ છે, પણ એ ભાવ વંદનવિધિ, વૈયાવચ્ચ, સ્વપ્રશંસાત્યાગ..વગેરેથી જ શક્ય છે, એ વિના નહિ..માટે એ આચાર પાળવા જ જોઇએ. જો આચાર વિના પરિણતિ સિદ્ધ થઇ જતી હોત, તો અમે આચારને માટે બિલકુલ આગ્રહ ન રાખત. જે લોકો આચારને નકામા ગણે છે, એમને એટલું પુછીએ કે તમારા પત્ની-દીકરી-બહેન કોઇક પરપુરૂષ સાથે કોઇક બંધ રૂમમાં ૧ કલાક રહીને બહાર નીકળે, અને એ તમે જુઓ તો તમે પત્નીને પવિત્રભાવવાળી માની શકશો ? કે એના બાહ્ય ખરાબ આચારને લીધે તમે એને ખરાબ ભાવવાળી માનીને ધિક્કારશો ? તમારો દીકરો તમને લાફાઓ મારે, ગંદી ગાળો બોલે..તો પણ તમે એને પિતા પ્રત્યે ભક્તિભાવવાળો માની શકશો ? કે પછી એને પિતૃદ્રોહી, કુપુત્ર, પેટમાં પાકેલો પત્થર એટલે કે અપવિત્ર ભાવવાળો માનશો ? રસ્તામાં કોઈ તમારું ખીસું કાપીને પૈસા લઇ જાય, ગળાની ચેન ચાકુના જોરે છિનવી લે, ખૂનની ધમકી આપે તો પણ તમે એને અંદરખાને સજ્જન-ધાર્મિક માણસ માની શકશો ? કે પછી એને ચોર-લુંટારો-ગુંડો જ માનશો ? અરે, ભાઈ ! જગતમાં બધા જ બધે જ બાહ્ય આચારોના આધારે જ અંતરના ભાવોનું અનુમાન કરતા હોય છે, પ્રશ્ન : પણ એ અનુમાન ક્યારેક ખોટું પણ પડે છે ને ? ઉત્તર ઃ ક્યારેક એટલે ? એકાદ ટકા જેટલું પણ માંડ ! તો આપણે તો ૯૯%ના આધારે જ ચાલવાનું ને ! ૧% ના આધારે નિર્ણય ન જ કરાય. આ જ કારણસર પ્રભુએ સાધુજીવનમાં જબરદસ્ત આચારમાર્ગ = વ્યવહારમાર્ગ=ક્રિયામાર્ગ દર્શાવ્યો છે. ૧૨૫ ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજીએ ખૂબ જ સરસ પદાર્થ આ અંગે દર્શાવ્યો છે. હેમ પરીક્ષા જેમ હુએ જી, સહજ હુતાશન તાપ રે, જ્ઞાનદશા તેમ પરબીએજી, જિહાં બહુકિરિયાવ્યાપ રે. અર્થ : સોનું સાચું છે કે ખોટું ? એની પરીક્ષા કરવી હોય તો એને અગ્નિના તાપમાં તપાવીને પીગાળવું પડે. એમ જીવમાં સારો ભાવ છે કે નહિ ? ” [ ૨૦ OF જેન સાધુ જીવન..

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126