Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 98
________________ સંયમી શ્રાવક-શ્રાવિકાનો અંશ નથી, સંયમી અજૈન સંન્યાસીનો અંશ પણ નથી. એટલે એ રસોઇ સંયમી માટે દોષિત નથી. સંયમી ઘરોમાં બાળકોને રમાડીને, વાર્તા કરીને ખુશ કરે. એના દ્વારા ગોચરી મેળવે તો આમાં હિંસા નથી થતી. પણ સંયમીની પ્રવૃત્તિ અનુચિત છે, માટે આ રીતે ન વહોરાય. આવા દોષો સંયમીથી ઉત્પન્ન થાય છે, એને ઉત્પાદન દોષ કહ્યા છે. ગૃહસ્થ સચિત્તવસ્તુ દૂર કરીને નીચે રહેલી અચિત્ત વસ્તુ વહોરાવે, તો એ પિહિત ! સંયમીને વહોરતી વખતે આધાકર્માદિની શંકા પડે, છતાં વહોરે . તો એ શકિત ! આ બધા દોષો બરાબર ગોચરી વહોરતી વખતે થતા હોય છે, આ દોષો એષણાદોષ કહેવાય છે. એમાં પિહિતાદિ ગૃહસ્થત છે, જ્યારે અંકિતાદિ સાધુકૃત છે...એમ બેય પ્રકાર આમાં શક્ય છે. નિર્દોષ ગોચરી વહોરી લીધા બાદ એ વાપરતી વખતે પાંચ દોષનો ત્યાગ કરવાનો હોય છે. (૧) સંયોજના: કોઇપણ વસ્તુ સ્વાદ ઉત્પન્ન કરવા માટે ભેગી કરવી એ સંયોજના ! દૂધમાં ખાંડ, ભાત-દાળ, રોટલી-શાક, રોટલી-ગોળ, રોટલીઘી, ખાખરા-દૂધ...વગેરે. (૨) અધિકોદરી ઃ પુરૂષનો ખોરાક સામાન્યથી ૩૨ કોળીયા અને સ્ત્રીનો ૨૮ ! પોતાના સ્વાભાવિક ખોરાક કરતા ઓછું વાપરવું જોઇએ. એને બદલે વધારે, પેટ ભરીને, દાબી-દાબીને વાપરવું તે ! (૩) રાગ : વાપરતી વખતે રાગ કરવો, પ્રશંસા કરવી. (૪) દ્વેષ : વાપરતી વખતે દ્વેષ કરવો, મોઢું બગાડવું, નિંદા કરવી.... (૫) અકારણ : શાસ્ત્રોમાં છ કારણસર ગોચરી વાપરવાની છૂટ આપવામાં આવી છે. એમાંથી એકેય કારણ ન હોય તો પણ ગોચરી વાપરવી. આ પાંચ દોષોનો ત્યાગ કરવો. પ્રશ્ન : એ છ કારણો ક્યા છે ? ઉત્તર ઃ (૧) સખત ભૂખ લાગે.. (૨) ગ્લાનાદિની વૈયાવચ્ચ કરવા માટે સ્વયં શક્તિમાન બનવા ખાવું પડે. (૩) ન વાપરે, તો આંખે અંધારા આવી જવાથી ઇર્યાસમિતિનું પાલન ન થઇ શકે. એટલે એના પાલન માટે અજબ જીવનની ગજબ કહાની [ ૭૯ છે –

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126