Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 90
________________ શિષ્ય આદિ કોઇપણ વસ્તુની સંમતિ આપી નથી, એટલે જો તેઓ આમાંથી કંઈ પણ લે, તો પ્રભુની આજ્ઞા ન હોવા છતાં એ વસ્તુ લેવાના કારણે તીર્થકર અદત્તનો દોષ લાગે. આ વ્યવસ્થાનો ફાયદો આ કે સંયમીઓ ગીતાર્થની નિશ્રા વિના ન વિચરે, અને એકલ-દોકલ પણ ન વિચરે. કેમકે એ રીતે વિચરે, તો એમને કોઇપણ વસ્તુનો હક મળતો નથી. પ્રશ્ન : પણ ગીતાર્થનિશ્રા + દર્શાવેલી સંખ્યાની જરૂર શી છે ? ઉત્તર : જો ગીતાર્થ સાથે હોય, તો એ શાસ્ત્રાભ્યાસ કરાવીને આખો દિવસ બધાને સ્વાધ્યાયમાં જોડી શકે. દરેકે દરેક નિર્ણયો શાસ્ત્રના આધારે લઇને ઘણો બધો ફાયદો કરાવી શકે. સંયમીઓને જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ઉણા તો ન જ ઉતરવા દે, પણ વાચના-માર્ગદર્શનાદિ દ્વારા છેક ઉચે સુધી લઇ જાય. જો ગીતાર્થ ન હોય, તો શાસ્ત્રાભ્યાસ ન થાય, ડગલે ને પગલે અજ્ઞાનતાના કારણે લેવા પડતા જાત-જાતના નિર્ણયોમાં ભૂલો જ થયા કરે. અને કોઇ ટકોર કરનાર ન હોવાના કારણે રત્નત્રયીમાં રોજરોજ નુકસાનનો જ વધારો થતો જાય. કાં અતિ-ઉત્સર્ગ, કાં અતિ-અપવાદના નિર્ણયો લેવાઈ જાય, જે ચારિત્રપરિણામને ખતમ કરે. હવે માનો કે ગીતાર્થની નિશ્રા હોય, પણ સંખ્યા ઓછી હોય, તો સંયમયોગોની સાચવણી ન થાય. ઓછામાં ઓછા ૫/૭ સાધુ હોય, તો ગોચરીમાં સંઘાટક જવું ફાવે, માંદગીમાં વૈચાવચ્ચ કરવામાં અનુકૂળતા રહે. પરસ્પર સ્વાધ્યાયાદિ સરસ ચાલે. ઘણા હોવાથી એકાંત ન મળે, એટલે બ્રહ્મચર્યાદિની સુરક્ષા પણ સારી રીતે થાય. પ્રશ્ન : પણ આ ૫/૭ એમ બે ભેદ કેમ પાડ્યા ? ઉત્તર : ચોમાસામાં વરસાદના કારણે માંદગીની શક્યતા વધારે, માટે વધુ સંયમી હોય, તો વૈયાવચ્ચમાં મુશ્કેલી ન પડે. શેષકાળમાં પાંચથી ચાલી રહે. ધ્યાન રાખવું કે આ તો ઓછામાં ઓછી સંખ્યા દર્શાવી છે, બાકી તો ૨૫/૫૦ હોય, તો ય સરસ જ છે. એમાં કદાચ, ગોચરી વગેરેના કોઇક દોષો સેવવા પડે, તો પણ એ ગૌણ જ સમજવાના છે. પ્રશ્નઃ છેલ્લા ત્રણ ભેદોમાં અપવાદ માર્ગે કોઇ છૂટ ખરી ? ઉત્તર : ગીતાર્થ મુનિ શાસનરક્ષાદિ કારણોસર ૫૭ કરતા ઓછી અજબ જીવનની ગજબ કહાનીને ૭૧ –

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126