Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 21
________________ પ્રશ્નઃ પણ પહેલેથી જ આ ખુલાસો કરવાની કોઇ આવશ્યકતા ખરી ? ઉત્તર : ખરી, જે અપરિણત કક્ષાના જીવો છે, તેઓ આચાર પ્રતિપાદક શાસ્ત્રો વાંચીને એમાં એકાંત આગ્રહવાળા બની જાય છે. પછી એ આચાર નહિ પાળનારાઓને કુસાધુ, ભ્રષ્ટસાધુ જ માનતા હોય છે. આ બરાબર નથી. એમણે એ સમજી જ લેવું જોઇએ કે આચાર એ દવા છે, આરોગ્ય નથી. આરોગ્યનું કારણ ચોક્કસ બની શકે. પણ રોગ પ્રમાણે દવા બદલાતી જ રહેવાની. એમાં એકાંત પકડીને બેસી ન રહેવાય. • શિયાળામાં ધાબળા-રજાઇ-સ્વેટરનો ઉપયોગ કરવાથી સુખ મળે, ઉનાળામાં આ બધાનો ઉપયોગ ન કરવાથી સુખ મળે. પિત્તપ્રકોપ વખતે ઘી-સાકર-કેળાદિ વાપરવાથી રોગ શમે, શર્દી-કફ વખતે ઘી-સાકર-કેળાદિ છોડવાથી રોગ શમે, • સખત ભૂખ લાગી હોય, ત્યારે ભોજન કરવાથી જ શાંતિ મળે. સખત કબજીયાત-અજીર્ણ થયું હોય, ત્યારે ભોજન ન કરવાથી જ શાંતિ મળે. આવા આવા હજારો દૃષ્ટાન્નો લૌકિક જગતમાં આપણે પણ અનુભવતા હોઇએ છીએ, એ જ વસ્તુ સાધ્વાચારની બાબતમાં પણ સમજી જ લેવાની કે, • પ્રસિદ્ધ સાધ્વાચાર પાળવાથી જ આત્મવિશુદ્ધિની પ્રાપ્તિ થાય પણ વિશેષ પરિસ્થિતિમાં પ્રસિદ્ધ સાધ્વાચારમાં જયણાપૂર્વક ફેરફાર કરવાથી, એ આચાર ન પાળવાથી જ આત્મવિશુદ્ધિ પ્રાપ્ત થાય...એટલે આચાર પાળવો કે ન પાળવો એ બધું ફળપ્રાપ્તિને નજરમાં રાખીને નક્કી કરવાનું હોય, અને એ ગણિત માત્ર ને માત્ર ગીતાર્થ સંયમી જ માંડી શકે, માટે આ માટેની તમામે તમામ સત્તા ગીતાર્થને જ છે, અગીતાર્થોએ ગીતાર્થના માર્ગદર્શન પ્રમાણે જ પ્રવૃત્તિ કરવાની છે. ગીતાર્થ એટલે શાસ્ત્રોનો (ક્રમશઃ અભ્યાસ બાદ છેલ્લે છેદગ્રન્થોનો) સમ્યગુજ્ઞાતા ! એ ડૉક્ટરના સ્થાને છે, અને રોગની દવા બાબતનો નિર્ણય તો ડૉક્ટર જ લઇ શકે ને ! જૈન સાધુ જીવન...

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126