Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 36
________________ એની પરીક્ષા એની બાહ્ય શુભ ક્રિયાઓ ઉપરથી જ થાય. જેનામાં પુષ્કળ શુભ આચારો હોય, તેનામાં શુભભાવ ઘણો હોય, એમ માનવું. ઘણા આંબિલ, એકાસણા..છેવટે વિગઇત્યાગાદિ કરે, તે અનાસક્ત ! નવ બ્રહ્મચર્યની વાડો સરસ રીતે પાળે, તે નિર્વિકારી ! દરેક ક્રિયાઓ ઊભા-ઊભા વિધિસર કરે, તે અપ્રમત્ત ! આળસરહિત ! ગુરૂના પ્રત્યેક વચનોનું પાલન કરે, તે સમર્પિત ! ગુરૂપરતત્ર ! ષકાયની રક્ષાનો સંપૂર્ણ પ્રયત્ન કરે, તે જીવદયાસંપન્ન ! સ્વજનો-ગૃહસ્થો સાથે વાતચીત-ગપ્પાદિ ન કરે, તે અંતર્મુખ ! દિવસમાં દસ-બાર-પંદર કલાક ભણે, તે સ્વાધ્યાયપ્રેમી ! જે ક્યારેય અપશબ્દો ન બોલે, મોટા અવાજે ન બોલે, તે ક્ષમાશીલ ! જે પોતાના દોષો ગુરૂને લખી મોકલાવે, કશું ન છૂપાવે, તે સરળ ! આવું તમામ બાબતોમાં સમજી લેવું. જેમ તાવ શરીરની અંદર હોય, પણ બહાર શરીરની ગરમીથી અંદરનો તાવ માપી શકાય. એમ શુભભાવ કે અશુભભાવ આત્મામાં હોય, પણ શરીરની શુભક્રિયાઓ કે અશુભક્રિયાઓથી એ ભાવોનું અનુમાન કરી શકાય. જેમ કોઇકના ફોટા ઉપરથી કે દર્પણમાં પડતા પ્રતિબિંબ ઉપરથી એ માણસ કેવો છે ? એવો નિર્ણય કરી શકાય, એમ બાહ્ય આચાર એ ફોટાપ્રતિબિંબ જેવો છે. એના ઉપરથી એ નિર્ણય કરી શકાય કે અંદરનો ભાવ કેવો છે... શ્રી ઓઘનિર્યુક્તિમાં ફરમાવ્યું છે કે निच्छयमवलम्बमाणा निच्छयओ निच्छयमजाणंता । नासंति चरणकरणं बाहिरकरणालसा केइ ॥ જે જીવોને આચારોનું પાલન કરવામાં આળસ-કંટાળો આવે છે. તે જીવો ભાવની વાતો કરવા માંડે છે કે “અંદરનો ભાવ સારો રાખવાનો, આચારની કોઇ કિંમત નથી...” એ બિચારાઓ ખરેખર તો પોતાના ચારિત્રનો જ નાશ કરે છે. આવી ખોટી વાતો ફેલાવીને બીજાના ચારિત્રનો પણ નાશ કરે છે. કેમકે આચાર એ ભાવોનું કારણ હોવાથી સ્વયં ભાવસ્વરૂપ કહી શકાય છે. અને એટલે જ એનો ત્યાગ કરનાર ખરેખર તો ભાવનું જ સત્યાનાશ કાઢી બેસે છે. આ બધાનો સાર એટલો જ કે “શુભભાવની ઝંખનાવાળાએ શુભઆચાર પાળવો જ.” અજબ જીવનની ગજબ કહાની1 ૨૧ – ઋગ્ન

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126