Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 114
________________ આવે છે. જે નવ વાડોનું પાલન કરે, એને માટે બ્રહ્મચર્યનું પાલન એકદમ સરળ બની રહે. જે નવ વાડોમાં ગરબડ કરે, એ ગમે ત્યારે બ્રહ્મચર્યમાં ગરબડવાળો બની બેસે. માટે કોઇપણ હિસાબે વાડોના પાલનમાં ઢીલા ન પડવું. એ નવવાડો નીચે મુજબ છે. (૧) વસતિઃ સાધુના ઉપાશ્રયમાં સ્ત્રીનો ફોટો ન હોવો જોઇએ. કોઇપણ પ્રકારની સ્ત્રી પ્રતિમા ન જોઇએ, આજુબાજુના ઘરોમાં રહેલી સ્ત્રી દેખાવી ન જોઇએ, સ્ત્રીના શબ્દો પણ સંભળાવા ન જોઇએ, સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચે ઉપાશ્રયમાં સ્ત્રીની હાજરી ન જોઇએ, દિવસે પણ એકલી સ્ત્રીનો પ્રવેશ ન જોઇએ. ઉપાશ્રયમાં નીચે ઓરડી વગેરેમાં સ્ત્રી પોતાના પતિ / પુત્ર સાથે રહે, એ પણ ન ચાલે. (૨) કથાઃ સાધુએ કોઇની પણ સાથે સ્ત્રીસંબંધી વાત ન કરવી. સ્ત્રીના રૂપના, અવાજના વખાણ ન કરવા, સ્ત્રીસંબંધી મશ્કરી ન કરવી. એમ સાધુએ સ્ત્રી સાથે વાત ન કરવી, કારણસર વાત કરવી જ પડે, તો સ્ત્રી સામે જોવું નહિ, નજર નીચી રાખવી, હસી-મજાક-મશ્કરી ભરેલી વાતો ન કરવી, ગંભીર બનીને વાત કરવી. (૩) નિષદ્યા : સ્ત્રી જ્યાં બેઠી હોય, ત્યાં એના ઊભા થયા બાદ પણ ૪૮ મિનિટ સુધી બેસવું નહિ. એમ જ્યાં હોલ વગેરેમાં સ્ત્રી બેઠી હોય, વ્યાખ્યાન હોલમાં બહેનો બેઠા હોય, ત્યાં એમની સામે બેસવું નહિ. (૪) ઇન્દ્રિય ઃ સ્ત્રીના આંખ, મુખ વગેરે કોઇ અંગોપાંગ કપટથી, આડીનજરથી, કોઇપણ બહાના હેઠળ પણ ન જોવા. (૫) કુલ્ચાત્તર ઃ ઉપાશ્રયની એકદમ નજીકના ઘરમાં પતિ-પત્ની વગેરે સંસારસુખ ભોગવતા હોય કે પ્રેમકથા કરતા હોય...તો એ સ્થાનમાં રહેવું જ નહિ. ભૂલથી રહી ગયા, તો એ કશું જોવું નહિ, સાંભળવું નહિ...વહેલામાં વહેલી તકે એ સ્થાન છોડી દેવું. (૬) પૂર્વક્રીડિત સ્મરણ ઃ ભૂતકાળમાં સ્ત્રી સાથેના જે કોઇપણ નાના મોટા પાપો કર્યા હોય, એ બિલકુલ યાદ ન કરવા, એ કાયમ માટે ભૂલી જવા. (૭) પ્રણીત ઃ દૂધ-દહીં-ઘી-મીઠાઇ વગેરે પૌષ્ટિક વસ્તુઓ શરીરમાં તાકાત ખૂબ વધારી દે, અને એને કારણે બિકારો જાગવાની શક્યતા ઘણી વધે. અજબ જીવનની ગજબ કહાની– અજબ જીવનની ગજબ કહાની ૯૫

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126