________________
પ્રાયઃ ચોક્કસ હોય. પણ કસાઇ પશુને કાપતો હોય, અને અંદર જીવદયાનો પરિણામ હોય એવું બને ખરું ?
નજર નીચી રાખનાર, સગી બા-બહેન સાથે પણ ખૂબ વિવેકપૂર્વક વાત કરનાર નિર્વિકારી પ્રાયઃ ચોક્કસ હોઇ શકે. પણ Blue Film જોનારામાં નિર્વિકારભાવ હોય એવું બને ખરું?
આંબિલ કરનારામાં, સાવ સાદું ભોજન લેનારમાં, મીઠા વિનાની રસોઇ જમનારમાં, કરિયાતું નાંખીને વાપરનારમાં અનાસક્તિ પ્રાય: ચોક્કસ હોઇ શકે, પણ હોટલમાં જાતજાતની ભાતભાતની આઇટમો મંગાવી મંગાવીને ગળા સુધી ખાનારાને ભોજન આસક્તિ ન હોય એવું બને ખરું ?
દરેક ફંડમાં નાનો-મોટો ફાળો નોંધાવનારમાં ચોક્કસ ઉદારતા ગુણ હોઇ શકે. પણ અબજો રૂપિયા ભેગા થઇ ગયા પછી ફંડમાં ક્યાંય એક રૂપિયો પણ દાનમાં ન આપનારમાં ઉદારતા ગુણ હોય એવું બને ખરું ?
પ્રભુપૂજા વિના પાણી પણ ન પીનારો, પ્રભુના નામ રટણમાં આંસુ સારનારો ચોક્કસ પ્રભુભક્ત હોઇ શકે. પણ પ્રભુના દર્શન પણ ન કરનારો, પ્રભુનું નામ પણ ન લેનારો, સદાય મોઢા પર પીકચરના ગીતોને ગુણગુણાવનારો પ્રભુભક્ત હોય એવું બને ખરું ?
એકદમ સ્પષ્ટ ગણિત છે કે કારણ હોય, તો જ કાર્ય થાય. કારણ ન હોય, તો કાર્ય ન જ થાય.
કાર્ય મુખ્ય છે, લક્ષ્ય છે, સાધ્ય છે...એની કોણે ના પાડી ? પણ એ કારણ વિના જો પ્રાપ્ત થઇ શકતું ન હોય, તો કારણ પણ એટલો જ અગત્યનો ભાગ ભજવી જાય ને !
અમારે અનાસક્તિ જ જોઇએ છે, પણ એ અનાસક્તિરૂપી ભાવ વિગઇઓના ત્યાગ, આંબિલ, સંયોજના વિનાની ગોચરી, એક જ બાજુથી વાપરી જવા રૂપી પદ્ધતિ, આ બધા આચારોથી જ સિદ્ધ થાય છે, એ વિના નહિ. માટે એ આચાર પાળવા જ જોઇએ.
અમારે નિર્વિકારિતા જ જોઇએ છે, પણ એ ભાવ સ્ત્રીપરિચય, સ્ત્રીમુખદર્શન, સ્ત્રી સાથે હસી હસીને વાતો, સ્ત્રીસ્પર્શ, સ્ત્રીરાગનું શ્રવણ.... આ બધું છોડી દેવા રૂપ આચારથી જ શક્ય છે, એ વિના નહિ માટે એ આચાર પાળવા જ જોઇએ. અજબ જીવનની ગજબ કહાની - ૧૯ –
જ