Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 118
________________ અસંલોક જ જવાનું. તેઓ જ્યાં લઘુનીતિ-વડીનીતિ જાય. ત્યાં એમને કોઇ જોઇ ન શકે..પણ નજીકમાં અવરજવર ખરી, માણસોની હાજરી ખરી..એટલે કોઇ પુરૂષ એકાંતનો લાભ લઇ ઉપદ્રવ કરવા આવે, તો સાધ્વીજી બૂમ પાડીને બધાની સહાય મેળવી શકે. (૫) પાત્ર-વસ્ત્ર-વસતિ : સાધુઓ આ બધી વસ્તુ પોતાની જાતે તપાસ કરીને મેળવી શકે, પણ સાધ્વીઓએ પોતાની જાતે આ વસ્તુઓ ગૃહસ્થો પાસેથી વહોરવાની નહિ. સાધ્વીજીઓના અધિપતિ જે હોય, તે જ સાધ્વીજીઓ માટે વસ્ત્રો-પાત્ર-ઉપાશ્રય શોધે, મેળવે અને સાધ્વીજીઓને સોંપે. આનું કારણ પણ આ જ કે ખરાબ ગૃહસ્થ આ બધું આપવાના બહાને સાધ્વીજીઓનો દુરુપયોગ ન કરી બેસે. સાધ્વીજીઓ માત્ર ગોચરી-પાણી જાતે લાવે. એ રોજેરોજ લાવવાનું હોવાથી સાધુઓ એ કામમાં પહોંચી જ ન શકે, માટે એટલી છૂટ એમને આપવામાં આવી છે. બાકી વસ્ત્રાદિ તો બધું સાધ્વીઓએ સ્વગણાધિપતિ પાસેથી જ મેળવવાનું. (૬) સાધ્વીઓ સ્ત્રી જાતિ હોવાથી એમને દૃષ્ટિવાદ નામનું બારણું અંગ ભણવાનો નિષેધ કરવામાં આવ્યો છે. એમાં વિદ્યા-મંત્ર વગેરે ઘણી વિશિષ્ટ બાબતો હોય છે, અને સાધ્વીઓ સ્ત્રી સ્વભાવના કારણે આ બધું પચાવી ન શકે. એટલે એમને આ ભણવાનું નથી. (૭) જિનકલ્પ, પરિહારવિશુદ્ધિક કલ્પ, બારપ્રતિમા, યથાસંદિક કલ્પ.. આ બધું માત્ર સાધુઓ માટે છે, સાધ્વીજીઓ માટે નહિ, એમાં બ્રહ્મચર્યાદિ અનેક પ્રશ્નો આવી પડે છે, માટે એમને નિષેધ છે. દા.ત. જિનકલ્પમાં એકલા રહેવાનું હોય છે, સાધ્વીજી એકલા રહે તો શું થાય ? એ સમજી શકાય છે. " (૮) સાધુઓની ઓઘ-ઉપાધિ ૧૪ છે, સાધ્વીજીઓની ૨૫ છે. એમાં મોટા ભાગે બ્રહ્મચર્યની સુરક્ષા માટે જ તે તે વધારાની ઉપધિ રાખવામાં આવી છે. (૯) સાધુઓનો ઉપાશ્રય એકદમ અલાયદો હોય, સ્ત્રી કે પુરૂષ કોઇપણ અજબ જીવનની ગજબ કહાની અજબ જીવનની ગજબ કહાની ૯૯ –

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126