________________
આપવા છતાં ત્યાં જ સ્થિરતા કરીને રહ્યા. તેથી અન્ય સાધુઓ, ગુરુની શુશ્રુષા કરનાર એવા પંથકમુનિને મૂકીને વિહાર કરવા લાગ્યા. પંથકમુનિ પણ સારી રીતે ગુરુભક્તિ કરતા એક દિવસ ચોમાસામાં ભોજન કરીને સુતેલા ગુરુના પગે ખામણાના સમયે મસ્તક વડે સ્પર્શ કર્યો. ત્યારે ગુસ્સે થયેલા ગુરુ બોલ્યા કે કોણે મને નિદ્રામાં વિજ્ઞ કર્યું? ત્યારે વિનયવંત એવા પંથકમુનિ બોલ્યા કે પ્રભુ ! મેં ખામણા માટે આપને ખેદ પમાડ્યો, તેથી મારા આ અપરાધને માફ કરો. આવી મધુર વાણી વડે જાગૃત થયેલા ગુરુ પોતાની નિંદા કરવા લાગ્યા પછી રાજાને કહી ઉગ્ર વિહાર કરવાનું શરૂ કર્યું. બીજા મુનિઓ પણ મળી ગયાં. ત્યાર પછી શેલકસૂરિ તપ કરીને શત્રુંજય ઉપર સિદ્ધ થયાં.
(તમને નમું છું.) श्लोक : जो य परक्कमइ तवं छिन्नं लूहं च देहमगणंतो ।
सिद्धं विहुयरयमलं सेलगपुत्तं तयं वंदे ॥प्र० ६॥ टीका : यश्च पराक्रमते तपश्चतुर्थादि छेदितं रूक्षं च स्नानस्निग्धाहारपरिहारेण
शरीरं अगणयन् सिद्धं निष्ठितार्थं विशेषेण धुतं कम्पितं रजो बद्ध्यमानं
कर्ममलं येन तं शेलकपुत्रं वदामि ॥६॥ ગાથાર્થ : પરાક્રમને કરતા એવા જેઓએ ઉપવાસ આદિ તપ વડે
શરીરને શોષવી નાંખ્યું છે વળી સ્નાન અને વિગઈયુક્ત આહારનો ત્યાગ કરવાથી સુકાઈ ગયેલા એવા શરીરને જેઓ ગણકારતા નથી, જેમના સર્વ કાર્યો સિદ્ધ થયા છે અને વિશેષ પ્રકારે જેમણે કર્મમલને કંપાવી મૂક્યો છે તેવા શેલકપુત્ર મુનિવરને હું વંદન કરું છું.
स्तवप्रकरणम्॥
૨૧