________________
धारिणीपुत्रो जातः प्रतिबोधितप्रियः ॥२७-३३॥ ગાથાર્થ : જેમની દીક્ષાના અવસરે (આગલા દિવસે) (ચોરી કરવા)
આવેલા ચોરો પણ વૈરાગ્ય પામ્યા અને તરત જ તેમની સાથે દીક્ષા લીધી તે અણગાર શ્રી જંબુસ્વામીને હું વંદન કરું છું. સિંહની જેમ ચારિત્ર લેનારા, સિંહની જેમ ચારિત્ર પાળનારા, શ્રેષ્ઠ કોટિના ગણધર (આચાર્ય) અને ઉત્તમ એવા જ્ઞાનચારિત્રથી યુક્ત શ્રી જંબૂસ્વામીનો વૃત્તાંત કહે છે.
મગધદેશમાં સુંદર એવા રાષ્ટ્રકૂટ ગામમાં આર્યવાન નામે ગૃહસ્થ હતો અને રેવતિકા નામે તેની ભાર્યા હતી. તેને ભવદત્ત અને ભવદેવ નામે બે પુત્રો હતાં. મોટા ભવદત્તે દીક્ષા લીધી. તેણે નાગદત્ત અને વાસુકીની (નાગીલા નામની) કન્યાને પરણેલા નાના ભાઈ ભવદેવને કપટ વડે દીક્ષા આપી. ત્યાર પછી ભવદેવ મુનિ સ્વર્ગે ગયા. ત્યાંથી પદ્મરથરાજાના મહેલમાં વનમાલા નામની પટ્ટરાણીની કુક્ષિરૂપી સરોવરમાં હંસ સમાન તે અવતર્યો. જન્મતા તેનું શિવકુમાર નામ પડ્યું. ક્રમે કરીને યુવાનવયે પહોંચતા તે શિવકુમારને પ્રબળ વૈરાગ્ય જાગ્યો, પરંતુ મોહાધીન માતાપિતાએ સંમતિ ન આપી, ત્યારે તેઓ છઢને પારણે છઠ્ઠ અને પારણે આયંબિલ એ રીતે તપ કરતાં રહ્યાં. આ રીતે દઢતાપૂર્વક આલંબન લઈને તેઓએ ૧૨ વર્ષ સુધી ભાવચારિત્રનું પાલન કર્યું. ત્યાંથી કાળધર્મ પામી) અને ત્યાંથી બ્રહ્મલોકમાં વિદ્યુમ્ભાલી નામે દેવ થયાં. ત્યાંથી ચ્યવી રાજગૃહ નગરમાં ઋષભદત્ત શેઠના ઘરે તેમની પત્ની ૭૮
& I શ્રીત્રપમાન ૯