Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 44
________________ જે રીતે તમે રાજ્યને, રથને, નગરને અને અંતઃપુરને છોડ્યું તેવી રીતે આ બધું પણ છોડવું જોઈએ. સંગ્રહ કેમ કરો છો? વગેરે. ત્યાં ભક્તિથી યક્ષે પોતાના ચાર રૂપ વિકુર્યા. તે ચારેય પ્રત્યેકબુદ્ધ મુનીશ્વરોનું પ્રાણત દેવલોકના પુષ્પોત્તર વિમાનમાંથી સાથે ચ્યવન થયું હતું. તેઓના એક જ કાળે જન્મ અને દીક્ષા થયા હતાં અને પ્રત્યેકબુદ્ધ થયેલા તેઓ કેવળી થઈ એક સમયે સિદ્ધ થયાં. (તેમને વંદન કરું છું) (૫૧-૫૨) श्लोक : वीरजिणकहियसत्तमपुढवी- सव्वट्टसिद्धगड्जोग्गो । नंदउ पसन्नचंदो, तक्कालं केवलं पत्तो ॥ ५३ ॥ टीका : વીરનિનથિતસપ્તમપૃથ્વીસર્વાર્થસિદ્ધિ(૬)ગતિયોગ:(ન્ય:) | कोऽसौ ? श्रेणिकसैन्ये गच्छति दुर्मुखवचनात् चलितध्यानं प्रसन्नचन्द्रं बाह्यतो ध्यानस्थं दृष्ट्वा श्रेणिकः श्रीवीरं पृष्टवान् क्वासौ मुनिर्गच्छति गमिष्यति ?, प्रभुः प्रथमपृच्छायां सप्तमपृथ्वीयोग्यं द्वितीयपृच्छायां च सर्वार्थसिद्धिं (द्धगतियोग्यं) चाख्यात् । ततः प्रसन्नचन्द्रः क्षपकश्रेण्या तत्कालं केवलं प्राप्तो नन्दतु ॥५३॥ ગાથાર્થ : શ્રી વીરપ્રભુએ જેમને પહેલા સાતમી નરક અને પછી સર્વાર્થ સિદ્ધની ગતિ કહી તે કોણ ? શ્રી મહાવીરદેવના સમવસરણ ત૨ફ શ્રેણિકમહારાજાનું સૈન્ય જઈ રહ્યું હતું ત્યારે દુર્મુખદૂતના વચનથી જેમનું ધ્યાન ચલિત થયું તે. બાહ્યથી ધ્યાનસ્થ એવા પ્રસન્નચંદ્રરાજર્ષિને જોઈને શ્રેણિક રાજાએ શ્રી વીરપ્રભુને પૂછ્યું કે આ મુનિ અહીંથી ક્યાં જશે? પ્રભુએ તેમને સાતમી નરકને યોગ્ય કહ્યાં, પ્રભુનું स्तवप्रकरणम् ॥ ૩૩

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114