________________
સાંભળી. ત્યાર પછી સંસારની અસારતા વિચારીને તેણે પ્રભુ પાસે પ્રવ્રજયાની યાચના કરી. પ્રભુએ કહ્યું, વત્સ ! યોગ્ય છે. તેણે પણ માતાને સમજાવ્યા અને અનુજ્ઞા લીધી. તેની માતાએ કૃષ્ણવાસુદેવ પાસે દીક્ષા મહોત્સવ માટે છત્રાદિ રાજ સામગ્રીની યાચના કરી. કૃષ્ણ કહ્યું કે “હું જ તેનો દીક્ષા મહોત્સવ કરીશ” અને તેના ઘરે ગયાં. તેને કહ્યું કે “હે વત્સ ! વ્રતનું પાલન બહુ દુષ્કર છે, તું સુખ ભોગવ.”
તે બોલ્યો કે ભયભીત વ્યક્તિને સુખ કયાંથી હોય? ત્યારે રાજાએ કહ્યું કે હું રાજા હોતે છતે તને શું ભય છે? મને કહે જેથી નિવારણ કરું. ત્યારે તે બોલ્યો કે મને જરા અને મરણથી ભય છે. રાજાએ કહ્યું કે એ તો ઈન્દ્રથી પણ અનિવાર્ય છે. પછી તેનો નિર્ણય જાણીને રાજાએ ઘોષણા કરી કે – પુણ્યશાળી એવો થાવસ્ત્રાપુત્ર દીક્ષા લે છે. બીજા પણ જે કોઈ સાથે દીક્ષા લેશે તેના કુટુંબનો નિર્વાહ હું કરીશ. ત્યારે ૧ હજાર રાજકુમારો દીક્ષા લેવા તૈયાર થયાં. તે એક હજાર રાજકુમારો સાથે કૃષ્ણ કરેલ મહોત્સવપૂર્વક થાવસ્ત્રાપુત્રે દીક્ષા લીધી અને ચૌદ પૂર્વધારી થયાં.
હવે વિહાર કરતા શેલકપુરનગરમાં પાંચસો મંત્રીઓથી યુકત એવા શેલકરાજાને તેઓએ શ્રાવક બનાવ્યા. ત્યાંથી સુગંધીપુરીમાં શુકપરિવ્રાજકના ભકત એવા સુદર્શન શેઠને પણ શ્રાવક બનાવ્યાં. તેથી તે શુકપરિવ્રાજક તેને શ્રાવક જાણી તેની પાસે આવ્યો, શ્રેષ્ઠીએ તેનો સત્કાર કર્યો. તેણે
| રાવપ્રકરણના આ
स्तवप्रकरणम्॥
સ્ક ૯૭
૧૯