Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 31
________________ વિચાર્યું કે જયાં સુધી આના ગુરુને ન જાણું ત્યાં સુધી બોલવું યોગ્ય નથી. તેણે કહ્યું, અરે ! સરસ, તું જૈન થઈ ગયો. તારા ગુરુ ક્યાં છે ? શ્રેષ્ઠીએ કહ્યું, મારા ગુરુ-થાવસ્ત્રાપુત્ર ઉદ્યાનમાં વિરાજે છે. તે શ્રેષ્ઠી સાથે ઉદ્યાનમાં ગયો અને “સરસવ ભક્ષ્ય કે અભક્ષ્ય ?, કળથી ભક્ષ્ય કે અભક્ષ્ય ?' વગેરે કૂટ પ્રશ્નો પુછવા લાગ્યો. ગુરુએ પણ ઉત્તર આપ્યો કે, સરસવ ભક્ષ્ય છે, સમાન વયવાળા અભક્ષ્ય છે. કળથી ભક્ષ્ય છે, કુલીન (કુળવાન) અભક્ષ્ય છે. ત્યારે શુક પરિવ્રાજક પણ “આ સર્વજ્ઞ છે” એમ જાણીને ૧ હજાર સાથે દીક્ષા લઈ ચૌદ પૂર્વધારી થયાં અને હવે ગુરુએ આપેલ પરિવાર સાથે વિચરવા લાગ્યાં. ગુરુ-થાવગ્ગાપુત્ર શ્રી સિદ્ધગિરિ ઉપર બે માસનું અનશન પાળી સિદ્ધ થયાં. શુક મુનિવર વિહાર કરતાં પંથક વગેરે પાંચસો મંત્રી યુક્ત શેલકરાજાને દીક્ષા આપે છે. ૧૧ અંગધારી એવા શેલક મુનિને શુક મુનિવરે આચાર્યપદે આરુઢ કર્યા. શુક મુનિરાજ શત્રુંજય પર સિદ્ધિપદને પામ્યાં. સેકસૂરિજી પણ આહારવિકૃતિથી રોગગ્રસ્ત થતા પોતાના નગર પાસે વનમાં રહ્યાં. તેમનો પુત્ર મંડ,રાજા વંદન કરવા આવ્યો. ગુરુને રોગપીડિત જોઈને પોતાના આવાસમાં લઈ જઈ પથ્ય અને ઔષધાદિ વડે નિરોગી બનાવ્યાં. પછી પણ રસગૃદ્ધિમાં ફસાયેલા એવા ગુરુ, સાધુઓએ બોધ = | શ્રીત્રષિમvઉન

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114